________________
૫૦૨
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૨. વેદ દ્વાર - ૧ પુલાક પુરુષ વેદી અને પુરૂષ નપુંસક વેદી, ૨ બકુશ ૫૦ સ્ત્રી, નપુ) વેદી, ૩ ડિસેવણા-ત્રણ વેદી, ૪ કષાય-કુશીલ ત્રણ વેદી અને અવેદી (ઉપશાંત કે ક્ષીણ), ૫ નિગ્રન્થ અવેદી ઉપશાંત અને ક્ષીણ અને ૬ સ્નાતક ક્ષીણ અવેદી હોય.
૩. રાગ દ્વાર - ૪ નિગ્રન્થ સરાગી, નિગ્રન્થ (પાંચમા) વીતરાગી (ઉપશાંત અને ક્ષીણ), અને સ્નાતક ક્ષીણ વીતરાગી હોય.
૪. કલ્પદ્વાર - કલ્પ પાંચ પ્રકારે સ્થિત, અસ્થિત, સ્થવિર, જિનકલ્પ, અને કલ્પાતીત) પાલન કરાય. એ કલ્પ ૧૦ પ્રકારના છે. ૧ અચેલ, ૨ ઉદ્દેશી, ૩ રાજપીંડ, ૪ સેજ્જતર, ૫ માસકલ્પ, ૬ ચૌમાસીકલ્પ, ૭ વ્રત, ૮ પ્રતિક્રમણ, ૯ કીર્તિધર્મ અને ૧૦ પુરૂષાયેષ્ટ.
એ દશ કલ્પ પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનમાં સ્થિત કલ્પ હોય છે. શેષ તીર્થંકરના શાસનમાં અસ્થિત કલ્પ છે. ઉપરના ૧૦ કલ્પમાંથી ૪-૭-૯-૧૦ એ ચાર સ્થિત કલ્પ છે. ૧-૨-૩-૫-૬-૮ અસ્થિત કલ્પ છે.
વિર કલ્પ=શાસ્ત્રોક્ત વસ્ત્ર-પાત્રાદિ રાખે. જિનકલ્પ=૦ ૨ ૧૦ ૧૨ ઉપકરણ રાખે.
કલ્પાતીત=અરિહંત, છદ્મસ્થ, તીર્થંકર અને કેવલી તથા વિતરાગી.
અચલ - કપડાં રહિત અથવા અલ્પ, ફાટેલ, જીર્ણ વસ્ત્ર અથવા
અલ્પ કિંમતના. માસકલ્પ - સાધુને ૨૯ દિવસ તથા સાધ્વીજીને ૫૮ દિવસ કીર્તિધર્મ - દિક્ષાએ નાના, મોટા દીક્ષીતને વંદના કરે તે વહેવાર