________________
૫૦૪
. શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ ત્રણ તીર્થમાં અને અતીર્થમાં હોય. અતીર્થમાં પ્રત્યેક બુદ્ધ તથા તીર્થંકર આદિ હોય.
૯. લિંગદ્વાર - છ યે નિયંઠા (સાધુ)દ્રવ્યલિંગ અપેક્ષા સ્વલિંગ અને અન્યલિંગ અને ગૃહસ્થલિંગમાં હોય. ભાવાપેક્ષા સ્વલિંગીજ હોય.
૧૦. શરીરદ્વાર - પુલાક, નિગ્રન્થ અને સ્નાતકમાં ૩ (ઔ., તે., કા.), બકુશ; પડિસે૦ મા ૪ (ઔ., વૈ., તે, કા), કષાયકુશીલમાં પાંચ શરીર.
૧૧. ક્ષેત્રદ્વાર - છ (બધા) નિયંઠા જન્મ અપેક્ષા ૧૫ કર્મભૂમિમાં હોય. સાહરણ અપેક્ષા પ નિયંઠા (પુલાક સિવાય) કર્મભૂમિ અને અકર્મભૂમિમાં હોય. (પ્રસંગોપાત) પુલાક લબ્ધિ, આહારક શરીરી, અવેદી, પરિહાર વિશુદ્ધ, ચૌદ પૂર્વધર, સાધ્વી, અપ્રમાદી, ઉપશમ શ્રેણીવાળા, ક્ષપક શ્રેણીવાળા અને કેવળી થયા બાદ સંહરણ ન થઈ શકે.
૧૨. કાળધાર - પુલાક, નિગ્રન્થ અને સ્નાતક અવસ કાળમાં ત્રીજે, ચોથે આરે જન્મ અને ૩-૪-૫ માં આરામાં પ્રવર્તે. ઉત્સવ કાળમાં ૨-૩-૪ આરામાં જન્મ અને ૩-૪ આરામાં પ્રવર્તે. મહાવિદેહમાં સદા હોય.
'
(કિ.
પુલાકનું સંહરણ ન થાય, પણ નિગ્રન્થ, સ્નાતક સાહરણ અપેક્ષા બીજા કાળમાં પણ હોય. બકુશ, પડિસેવણા ને કષાયકુશલ અવસ0 કાળના ૩-૪-૫ આરામાં જન્મ અને પ્રવર્તે. ઉત્સ0 કાળના ૨-૩-૪ આરામાં જન્મ અને ૩-૪ આરામાં પ્રવર્તે. મહાવિદેહમાં સદા હોય.