________________
૪૯૦
(૬૦) વેદના - પદ.
શ્રી પન્નવણા સૂત્રના ૩૫ માં પદનો અધિકાર.
જીવ ૭ પ્રકારે વેદના વેદે. ૧. શીત, ૨. દ્રવ્ય, ૩. શરીર, ૪. શાતા, ૫. દુ:ખ, ૬. અભૂગમિયા, અને ૭. નિદાદ્વાર. હવે એ ૭ દ્વારનો વિસ્તાર કરે છે.
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
૧. વેદના ૩ પ્રકારે શીત, ઉષ્ણ અને શીતોષ્ણુ. સમુચ્ચય જીવ ૩ પ્રકારની વેદના વેદે. ૧-૨-૩ નારકીમાં ઉષ્ણ વેદના વેદે. (કારણ, નેરઈયા શીત યોનિના છે). ચોથી નારકીમાં ઉષ્ણ વેદના વેદનારા ઘણા, શીત વેદનાવાળા થોડા. (બે વેદના) પાંચમી નારકીમાં ઉષ્ણ વેદના વેદનારા થોડા, શીત વેદનાવાળા ઘણા. છઠ્ઠી નારકીમાં શીત વેદના અને સાતમી નર્કમાં મહાશીત વેદના છે. શેષ ૨૩ દંડકમાં ત્રણેય પ્રકારની વેદના વેદાય છે. ૨. વેદના ૪ પ્રકારની દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી, સમુચ્ચય જીવ અને ૨૪ દંડકમાં ચાર પ્રકારની વેદના વેદાય છે. દ્રવ્ય વે=ઇષ્ટ અનિષ્ટ પુદ્ગલોની વેદના. ક્ષેત્ર વે. નારકાદિ શુભાશુભ ક્ષેત્રની. કાળ વે.શીત, ઉષ્ણ કાળની વેદના. ભાવવેમંદતીવ્ર રસ (અનુભાગ)ની.
B
-
·
૩. વેદના ૩ પ્રકારે “ શારીરિક, માનસિક, અને શરીર-મનની સાથે. સમુચ્ચય જીવમાં ૩ પ્રકારની વેદના. સંજ્ઞીના ૧૬ દંડકમાં ૩ પ્રકાર. ૫ સ્થાવર, ૩ વિકલેંદ્રિયમાં ૧ શારીરિક વેદના.
૪. વેદના ૩ પ્રકારે શાતા, અશાતા અને શાતા-અશાતા સાથે. સમુચ્ચય જીવ અને ૨૪ દંડકમાં ત્રણેય પ્રકારની વેદના છે.
૫. વેદના ૩ પ્રકારે - સુખ, દુઃખ અને સુખદુઃખ. સમુચ્ચય જીવ અને ૨૪ દંડકમાં ત્રણેય પ્રકારની વેદના વેદાય.