________________
સમુઘાત - પદ
૪૯૧
૬. વેદના ૨ પ્રકારે - ૧ ઉદીરણાજન્ય (લોચ, તપશ્ચર્યાદિથી); ૨ ઉદયજન્ય (કર્મ ઉદય આવવાથી), તિર્યંચ પંચ૦ અને મનુષ્યમાં બન્ને પ્રકારની વેદના, શેષ ૨૨ દંડકમાં ઉદયજન્ય (ઔપક્રમીય) વેદના હોય.
૭. વેદના ૨ પ્રકારે - નિદા અને અનિદા. નારકી, ૧૦ ભવનપતિ, અને વ્યંતર; એ ૧૨ દંડકમાં બે વેદના૦ સંજ્ઞી નિદા વેદ, અસંશી અનિદા વેદ. (સંજ્ઞી, અસંજ્ઞી મનુષ્ય, તિર્યંચમાંથી મરીને ગયા તે અપેક્ષા સમજવી.)
પાંચ સ્થાવર, ૩ વિકલેન્દ્રિય અનિદા વેદના વેદે. (અસંશી હોવાથી) તિર્યંચ પંચેંદ્રિય અને મનુષ્યમાં બન્ને પ્રકારની વેદના.
જ્યોતિષી અને વૈમાનિકમાં બંને પ્રકારની વેદના છે, કારણ કે બે પ્રકારના દેવતા છે.
૧. અમાથી સમ્યક્ દષ્ટિ-નિદા વેદના (મનના જાણપણા સહિત વેદે છે.)
૨. માયી મિથ્યા દષ્ટિ-અનિદા વેદના (મનના જાણપણા રહિત) વેદે છે.
ઇતિ વેદના પદ સંપૂર્ણ
[(૧) સમુદ્દઘાત - પદ શ્રી પન્નવણા સૂત્રના ૩૬ મા પદનો અધિકાર.
એકાગ્રતાપૂર્વક, પ્રબળતા સાથે અનંતાનંત કર્મયુગલોથી વ્યાપ્ત પોતાના આત્મપ્રદેશોને શરીરની બહાર કાઢવાની અથવા નીકળવાની પ્રક્રિયાને સમુદ્દાત કહે છે.
(૧) નામદ્વાર-વેદનીય, કષાય, મારણાંતિક, વૈક્રિય, તૈજસ,