________________
૪૬૬
શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ (૪૮) માર્થાનુસારીના ૩૫ ગુણ. ૧ ન્યાય સંપન્ન દ્રવ્ય મેળવે, ૨ સાત કુવ્યસનનો ત્યાગી, ૩ અભક્ષ્યનો ત્યાગી, ૪ ગુણપરીક્ષાથી લગ્ન-સંબંધ જોડે, ૫ પાપભીરૂ, ૬ દેશહિતકર વર્તનવાળો, ૭ પરનિંદાનો ત્યાગી, ૮ અતિપ્રગટ, અતિગુપ્ત કે ઘણા દ્વારવાળા મકાનમાં ન રહે ૯ સગુણીની સોબત કરે, ૧૦ બુદ્ધિમાન ૮ ગુણનો ધારક, ૧૧ કદાગ્રહી ન હોય, (સરળ હોય), ૧૨ સેવાભાવી (પોષ વર્ગનો પોષક) હોય, ૧૩ વિનયી, ૧૪ ભયસ્થાન ત્યાગે, ૧૫ આવ્યય (આવક-ખર્ચનો હિસાબ રાખે, ૧૬ (ઉચિત સભ્ય) વસ્ત્રાભૂષણ પહેરે ૧૭ સ્વાધ્યાય કરે (રોજ નિયમિત ધાર્મિક વાંચન, શ્રવણ કરે), ૧૮ અજીર્ણમાં ભોજન ન કરે. ૧૯ યોગ્ય વખતે ભૂખ લાગે ત્યારે મિત', પથ્થર, નિયમિત) ભોજન કરે, ૨૦ સમયનો સદુપયોગ કરે ૨૧ ત્રણ પુરૂષાર્થ (ધર્મ, અર્થ, કામ)માં વિવેકી ૨૨ સમયજ્ઞ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો જાણ) હોય, ૨૩ શાંત પ્રકૃતિવાળો ૨૪ બ્રહ્મચર્ય ધ્યેય સમજનારો, ૨૫ સત્ય-વ્રતધારી, ૨૬ દીર્ઘદર્શી, ૨૭ દયાળુ ૨૮ પરોપકારી, ૨૯ કૃતન ન થતાં કુતજ્ઞ હોય (અપકારી પર પણ ઉપકાર કરે) ૩૦ આત્મપ્રશંસા ન ઈચ્છે, ન કરે, ન કરાવે, ૩૧ વિવેકી (યોગ્યા ચોગ્યનો ભેદ સમજનાર) હોય, ૩૨ લજ્જાવાન હોય, ૩૩ પૈર્યવાન હોય, ૩૪ પરિપુ (ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ)નો નાશ કરવાનો કામી હોય. ૩પ ઈન્દ્રિયોને જીતે (જિતેન્દ્રિય હોય).
એ ૩૫ ગુણધારી હોય તે નૈતિક ધાર્મિક-જૈન જીવનને યોગ્ય થઈ શકે.
ઈતિ-માર્ગાનુસારીના ૩૫ ગુણ સંપૂર્ણ
૧. મર્યાદામાં, ૨. પચે તેટલું.