________________
૪૬૫
ઘર્મની સન્મુખ થવાનાં ૧૫ કારણો
(૪૭) ધર્મની સન્મુખથવાનાં ૧૫ કારણ. (૧) નીતિમાન હોય કારણકે નીતિ ધર્મની માતા છે.
(૨) હિંમતવાન ને બહાદુર હોય કારણકે કાયરોથી ધર્મ બની શકે નહિ.
(૩) ધૈર્યવાન હોય કારણકે દરેક કાર્યોમાં આતુરતા (સાહસ) ન કરે.
(૪) બુદ્ધિમાન હોય કારણકે દરેક કાર્ય પોતાની મતિએ વિચારીને કરે.
(૫) અસત્યને ધિકકારી કાઢનાર હોય અને સત્ય વચન બોલનાર હોય.
(૬) નિષ્કપટી હોય, હૃદય સાફ સ્ફટિક રત્ન માફક હોય. (૭) વિનયવાન હોય, મધુર ભાષાનો બોલનાર હોય.
(૮) ગુણગ્રાહી હોય અને સ્વ આત્મશ્લાઘા ન કરે. (પોતે પોતાના ગુણ બીજાને માન પામવા ખાતર ન કહે.).
(૯) પ્રતિજ્ઞાનો પાલક હોય, એટલે જે નિયમો કરેલ હોય તેનો બરાબર પાલક હોય,
(૧૦) દયાવાન હોય એટલે પરોપકારની બુદ્ધિ હોય, (૧૧) સત્ય ધર્મનો અર્થી હોય ને સત્યનોજ પન્ન કરનાર હોય. (૧૨) જિતેન્દ્રિય – હોય ને કષાયની મંદતા હોય. (૧૩) આત્મકલ્યાણની દ્રઢ ઇચ્છાવાળો હોય. (૧૪) તત્ત્વવિચારમાં નિપુણ હોય, ને તત્ત્વમાંજ રમણતા કરે.
(૧૫) જેની પાસે ધર્મ પામ્યો હોય, તેનો ઉપકાર કોઈ વખત ભૂલે નહિ અને વખત આવે પાછો ઉપકારી ઉપર સામો પોતે ઉપકાર કરનાર હોય. | ઇતિ ધર્મની સન્મુખ થવાનાં પંદર કારણ સંપૂર્ણ. 9-10