________________
૪૬૪
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ છે. તે સાથે વચ્ચે આવતા પહાડને તોડીને આગળ વહે છે. ત્યાં અર્ધા પરિવારની નદીઓ મળે છે. તે સાથે વહીને જંબુદ્વીપની જગતિથી બહાર લવણસમુદ્રને મળે છે.
ગંગાપ્રભાસ આદિ કુંડોમાં ગંગાદ્વિપ આદિ નામના એકેક દ્વિપે છે. તેમાં એજ નામની એકેક દેવી સપરિવાર રહે છે. આ કુંડો દ્વિપો અને દેવીઓ નદીનાં જેવાં નામે છે. એ નામો શાશ્વતાં છે.
યંત્રમાં બતાવ્યા મુજબ ૭૮ મૂળ નદીઓ અને તેના પરિવારની (મળનારી) ૧૪,૭૦,૦૦૦ નદીઓ છે. એ ઉપરાંત મહાવિદેહના ૩ર વિજયોના ૨૮ અંતર છે. તેમાં ૧૬ વઆર પર્વત પહેલા લખ્યા છે અને શેષ ૧૨ અંતરમાં, ૧૨ અંતરનદીઓ છે. તેનાં નામઃ - ગૃહવન્તી, કહવંતી, પંકવંતી, તંતજલા, મંતજલા, ઉગમલા, ક્ષીરોદા, સિંહસોતા, અંતાબહની, ઉપમાલની, ફેનમાલની અને ગંભીરમાલની. આ દરેક નદી ૧૨૫ યોટ પહોળી, રા યો૦ ઉંડી અને ૧૬૫૯૨ યો૦ ૨ કળાની લાંબી છે. એવું કુલ નદીઓ ૧૪,૭૦,૦૦૦ છે. વધુ વિસ્તાર જંબુદ્વિપ પ્રજ્ઞપ્તિ સૂત્રથી જાણવો.
ઇતિ ખંડા જોયણ સંપૂર્ણ
જ
આ
જ