________________
નવ તત્ત્વ
૨૭
જીવ દુઃખ ભોગવે છે તેનો વિચાર. ૮ સંવરભાવના - વ્રત પચ્ચકખાણોથી આશ્રવ રોકવો અને સંવર આદરવો. ૯ નિર્જરાભાવના - બાર પ્રકારના તપે કરી કર્મને ખપાવવું અર્થાત્ પૂર્વનાં સંચેલા કર્મનું તોડવું તે. ૧૦ લોકભાવના-લોકનું સ્વરૂપ ચિંતવવું જેમકે આ જીવે સર્વ લોક સ્પર્શી મૂક્યો છે. ૧૧ બોધિભાવના - યથા પ્રવૃત્તિ કરણને યોગે કરી અકામ નિર્જરા વડે પુણ્યના પ્રયોગે મનુષ્યભવ, આર્ય દેશ, નિરોગીપણું તથા ધર્મશ્રવણાદિ પ્રાપ્તિ થઈ તથાપિ સમ્યત્વ પ્રાપ્ત થવું દુર્લભ છે એવી ભાવના કરવી તે. ૧૨ ધર્મભાવના-દુસ્તર સંસાર, સમુદ્રમાંથી પ્રવહણ સમાન તે શ્રી જિનપ્રણીત દશવિધ ક્ષમાદિક શુદ્ધ ધર્મ તથા જ્ઞાન, દર્શન, ચારિત્રએ રત્નત્રયાત્મક ધર્મ પામવો તે દુર્લભ છે તેમજ તે ધર્મના સાધક અરિહંતાદિ દેવો પામવા તે પણ દુર્લભ છે એવી ભાવના કરવી. એ બાર ભાવના.
પાંચ પ્રકારના ચારિત્ર – ૧ સામાયિક, ૨ છેદોપસ્થાપનીય, ૩ પરિહાર વિશુદ્ધ, ૪ સૂક્ષ્મસંપરાય. ૫ યથાખ્યાત ચારિત્ર.
પહેલું સામાયિક ચારિત્ર કહે છે - સમ અને આયિક એ શબ્દનો એક સામાયિક શબ્દ થયો છે, સમ એટલે રાગ દ્વેષ રહિતપણાને માટે આય એટલે ગમન પ્રાપ્ત છે જ્યાં તે સમ કહીએ તે જ્યાં ઉત્પન્ન થાય તેને સામાયિક કહેવાય છે. વળી સમ તે જ્ઞાન, દર્શન, ચારિત્ર તેનો આયિક તે લાભ જ્યાં થાય છે, એટલે જેણે કરી જ્ઞાન, દર્શન તથા ચારિત્ર એ ત્રણેની પ્રાપ્તિ થાય તેને સર્વ સાવદ્ય યોગ ત્યાગરૂપ અને નિરવદ્ય યોગ સેવનરૂપ સામયિક કહીએ એને સમ્યક ચારિત્ર પણ કહે છે એ સામાયિક ચારિત્ર જીવને પ્રાપ્ત થયા વિના બીજાં ચારિત્રોનો લાભ થાય નહિ માટે એને આદિમાં કહ્યું છે.
બીજું છેદોપસ્થાપનીય ચારિત્ર તે પૂર્વોક્ત સર્વ વિરતિ સામાયિક ચારિત્રને જ છેદાદિ વિશેષપણે વિશેષીએ તે વારે