________________
૨૮
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ શબ્દથી તથા અર્થથી નાના (વિવિધ) પ્રકારપણું ભજે તે વારે છેદોપસ્થાપનીય ચારિત્ર થાય, છેદ એટલે પૂર્વ પર્યાયનો છેદ કરવો અને ઉપસ્થાપન એટલે ગણાધિપે આપેલું પંચમહાવ્રતરૂપપણું જે મહાવ્રતને વિષે હોય તે છેદોપસ્થાપનીય ચારિત્ર કહીએ. જ્યાં નવા પર્યાયોનું સ્થાપન કરવું તથા પાંચ મહાવ્રતનો ઉચ્ચાર કરાવવો, તેના બે ભેદ, એક સાતિચાર તે મૂળ ઘાતિને પ્રાયશ્ચિત્તરૂપ અને બીજો નિરતિચાર, તે ઈત્વર સામાયિકવંત નવ દીક્ષિત શિષ્યને જીવણિયા અધ્યયન ભણ્યા પછી હોય તથા બીજા તીર્થ આશ્રયી તે જેમ પાર્શ્વનાથના તીર્થથી વર્ધમાન સ્વામીના તીર્થે આવી ચાર મહાવ્રતરૂપ ધર્મ ત્યાગીને પંચ મહાવ્રતરૂપ ધર્મ આદરે તેને હોય.
ત્રીજું પરિહાર વિશુદ્ધ ચારિત્ર - તપ વિશેષ તેણે કરી વિશુદ્ધિ એટલે કર્મની નિર્જરા જે ચારિત્રને વિષે હોય તેને પરિહાર વિશુદ્ધ ચારિત્ર કહીએ તે બે ભેદે છે, તેમાં પહેલું જે ચાર જણ વિવક્ષિત ચારિત્રના આસેવક એ કલ્પમાં પ્રવર્તતા હોય તેનું ચારિત્ર તે નિર્વિશમાન પરિહાર વિશુદ્ધિક ચારિત્ર જાણવું. અને બીજું જે ચાર જણ તેના અનુચારી હોય તે નિર્વિષ્ટકાઈક પરિહાર વિશુદ્ધક ચારિત્ર જાણવું. તે આ રીતે - નવ જણાનો ગચ્છ જુદો નીકળે તે તીર્થંકર પાસે અથવા પૂર્વે જેણે તીર્થંકર પાસેથી એ ચારિત્ર પડિવભર્યું હોય, તેની પાસે એ ચારિત્ર પરિવર્ષે. હવે તે નવ સાધુમાં ચાર જણ પરિહારક એટલે તપના કરનારા થાય તે નિર્વિશમાન જાણવા અને ચાર તેના વૈયાવચ્ચના કરનારા થાય તે નિર્વિષ્ટકાયિક જાણવા તથા એકને વાચનાચાર્ય : ગુરૂસ્થાનકે ઠરાવે. પછી તે ચાર પરિહારક છ માસ સુધી તપ કરે, તેમાં ઉષ્ણ કાળે જઘન્ય થી એક ઉપવાસ મધ્યમથી છઠ્ઠ અને ૧.છજીવણિયા = છ કાયનું વર્ણન (દશવૈકાલિકનું ચોથું અધ્યયન) ૨. વિવક્ષિત = અમુક કહેલ તે.