________________
૨૬
શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ કરવાની ઇચ્છાથી ન્હાવાનો ૧૯ સત્કાર પુરસ્કારનો - આદર સત્કાર મળવાનો ૨૦ પ્રજ્ઞાનો – જ્ઞાનના ગર્વનો ૨૧ અજ્ઞાનનો જ્ઞાન ન ચડે તેનો ૨૨ દંસણનો - સમકિત સૂક્ષ્મ વિચાર સાંભળીને ધર્મને વિષે અસદ્હણા કરવાનો એ મળી કુલ ત્રીશ થયા. તથા દસ પ્રકારનો યતિધર્મ આરાધવો તે કહે છે.
૧ ખંતિ – ક્ષમા, (ક્રોધનો અભાવ) ૨ મુક્તિ - નિર્લોભતા. લઘુતા, હળવાપણું, અલ્પઉપધિ ૩ અજ્જવે – કપટ રહિતપણું ૪ મદવે - માનનો ત્યાગ ૫ લાઘવે - લઘુતા ૬ સચ્ચે - સત્ય ભાષણ કરવું ૭ સંજમે – સત્તર ભેદે સંયમ પાળવો ૮ તવે-ઈચ્છા નિરોધ - બાર પ્રકારે તપ કરવો ૯ ચિયાએ અથવા અકિંચણે - સમસ્ત પરિગ્રહ ત્યાગરૂપ મૂચ્છ રહિત થવું ૧૦ બંભર્ચરવાસે - મૈથુનનો ત્યાગ એ દશ.
બાર ભાવના ભાવવી તે કહે છે ૧ અનિત્યભાવના - સંસારના સર્વ પદાર્થને અનિત્ય, અસ્થિર જાણવા. ૨ અશરણભાવના - કોઈ કોઈને શરણ નથી, એક ધર્મનું જ શરણ છે. ૩ સંસારભાવના - સંસારમાં ઘણા કાળ થતા રઝળ્યાં કરે છે - મા તે સ્ત્રી થાય, સ્ત્રી તે મા થાય, પિતા તે પુત્ર થાય, પુત્ર તે પિતા થાય ઈત્યાદિ ભાવનો અનુભવ કરવો. ૪ એકત્વ ભાવના - આ જીવ એકલો આવ્યો, એકલો જશે અને એકલો સુખ દુઃખ ભોગવે છે પણ તેનું કોઈ સાથી નથી એવી ભાવના. ૫ અન્યત્વભાવના - જીવ કાયાથી જુદો છે અને કર્મે કરી જુદી જુદી કાયા ધારણ કરે છે. તેમજ ધન તથા સ્વજનાદિ પણ અન્ય છે એવી ભાવના. ૬ અશુચિભાવના - રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જ, વીર્ય, પરૂ તથા આંતરડાં પ્રમુખે કરી આ શરીર બનેલું છે અને જેના નવ દ્વાર સદા વહેતાં રહે છે. એ શરીર કોઈ કાળે પણ પવિત્ર થવાનું નથી એવી ભાવના. ૭ આશ્રવભાવના - પાંચ આશ્રવે કરી પાપ બંધાય છે અને તેથી