________________
નવ તત્ત્વ
૨૫ અપરિગ્રહ, એ દશ, ૫ ઈન્દ્રિય ૩ જોગ, એ મળી આઠનું સંવરવું તે સંવર, એ મળી અઢાર. ૧૯ લંડ ઉપકરણ ઉપધિ જતનાએ લે મૂકે તે ૨૦ શુચિ કુસગ્ન ન કરે એ વીશ ભેદ કહ્યા.
વિશેષે પ૭ ભેદ કહે છે ૧ ઇરિયા સમિતિ - જયણા રાખી ઉપયોગ સહિત ધુંસરા પ્રમાણે જમીન નજરે જોઈ ચાલવું તે. ૨ ભાષા સમિતિ – સમ્યક પ્રકારે નિરવદ્ય ભાષા બોલવી. ૩ એષણા સમિતિ - સમ્યક પ્રકારે નિર્દોષ આહાર વસ્ત્ર, પાત્ર વગેરે ભિક્ષાની ગવેષણા કરવી. ૪ આયાણભંડમતનિબેરણાસમિતિ - જતનાએ લેવું મૂક્યું તે. ૫ ઉચ્ચાર પાસવણ ખેલ જલ્લ સંઘાણ પારિઠાવણિયાસમિતિ - પરઠવવાની વસ્તુ જતનાએ પરઠવવી તે. એ પાંચ સમિતિ તથા ૧ મન ગુમિ - મન ગોપવવું. ૨ વચનગુમિ - વચન ગોપવવું. ૩ કાયગુપ્તિ કાયા ગોપવવી. એ આઠ પ્રવચન માતા આદરવા તથા બાવીસ પરીષહ (ઉપસર્ગ) સહન કરવા તે કહે છે.
૧ સુધાનો - ભૂખનો ૨ તૃષાનો - તરસનો ૩ શીતનો - ટાઢનો ૪ ઉષ્ણનો - તડકાનો ૫ દસમસનો - ડાંસ મચ્છર કરડવાનો ૬ અચેલનો - ફાટાં તુટાં વસ્ત્રનો ૭ અરતિનો - દુઃખનો ૮ સ્ત્રીનો - સ્ત્રીથી થવાવાળો ૯ ચરિયાનો - ચાલવાનો ૧૦ બેસવાનો - બેસી રહેવું પડે ૧૧ સેજાનો - રહેવાના સ્થાનકનો ૧૨ આક્રોશવચનનો - આકરાં વચનો સાંભળવાં પડે તેનો ૧૩ વધનો - માર ખાવો પડે ૧૪ જાચવાનો - માગવાનો ૧૫ અલાભનો - કોઈ વસ્તુની ઇચ્છા થતાં તે વસ્તુ ન મળે ૧૬ રોગનો - રોગ, રોગનાં કારણથી થવાવાળો ૧૭ તૃણસ્પર્શનો - તણખલાં વગેરેના સ્પર્શથી દુઃખ થાય તે ૧૮ મેલનો - મેલને દૂર ૧: ધુંસરા પ્રમાણ = ૩ ૧ હાથ જેટલું