SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ - શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ દિઢિયા - કુતુહલતાથી જીવ તથા અજીવને જોવું તે. ૧૨. પુકિયા - રાગ વશ જીવ તથા અજીવને સ્પર્શ કરવાથી લાગે છે. ૧૩. પાડચ્ચિયા – જીવ તથા અજીવનું માઠું ઈચ્છે તથા ઈર્ષ્યા કરવાથી લાગે છે. ૧૪. સામંતો વહિવાઈયા - જીવ તથા અજીવનો સંગ્રહ કરે, પ્રશંસા સાંભળી આનંદ પામે. તથા દૂધ, દહીં, ઘી તેલનાં વાસણ ઉઘાડાં મૂકવાથી જીવહિંસા લાગે છે. ૧૫. સાહWિયા - જીવ તથા અજીવને અંદરો અંદર લડાવે, અભિમાનથી પોતાને હાથે કરે તે. ૧૬. નેસલ્વિયા – જીવ તથા અજીવને અયત્નાથી ફેંકવાથી, શસ્ત્ર કરાવવા, વાવ કુવા ખોદાવવાથી લાગે છે. ૧૭. આણવણિયા - જીવ તથા અજીવને આજ્ઞા વગર ગ્રહણ કરવાથી લાગે તે. ૧૮. વેદારણિયા - જીવ તથા અજીવને કષાયવશ થઈ કટકા કરતાં લાગે તે. ૧૯. અણાભોગવત્તિયા - ઉપયોગ વિના. કે પૂંજ્યાં વગર વસ્તુ લેવા મૂકવાથી. ૨૦. અણવતંખવત્તિયા - પોતાનાં તથા બીજાનાં હિતની ઉપેક્ષા કરીને હાનિ પહોંચાડવાથી લાગે છે. ૨૧. પેજ્જવત્તિયા - રાગવશ માયા તથા લોભ કરવાથી. ૨૨. દોસવત્તિયા - ષવશ ક્રોધ, માન કરવાથી લાગે છે. ૨૨. Lઉગ - મન, વચન, કાયાનાં યોગ અશુભ કરવાથી. ૨૪. સામુદાણિયા – આરંભજન્ય કાર્યો ઘણાં જણ સાથે મળીને કરતાં લાગે છે. ૨૫. ઈરિયાવહિયા ક્રિયા - વીતરાગીને યોગનાં પ્રવર્તનથી લાગે તે. . ઇ. સંવરતત્ત્વ જીવરૂપ તળાવને વિષે કર્મરૂપ જળ આવતાં, વ્રત પચ્ચકખાણાદિ દ્વાર દેવે કરી રોકીએ તેને સંવરતત્ત્વ કહીએ. સંવરતત્ત્વના સામાન્ય પ્રકારે વિશ ભેદ કહે છે. ૧ સમકિત તે સંવર, ૨ વ્રત પચ્ચક્માણ, ૩ અપ્રમાદ, ૪ અકષાય, ૫ શુભોગ, ૬ જીવદયા પાળવી, ૭ સત્ય વચન બોલવું, ૮ દાવ્રત ગ્રહણ કરવું, ૯ શિયળ પાળવું, ૧૦
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy