________________
૨૩
૫ આવતત્વ અવ્રત ને અપચ્ચક્ષ્મણે કરી, વિષય કષાયને સેવવે કરી આત્મારૂપ તળાવને વિષે, ઇન્દ્રિયાદિક ગળનાળે છિદ્ર કરી, કર્મ પુણ્ય-પાપરૂપ જળનો પ્રવાહ આવે, તેને આશ્રવતત્ત્વ કહીએ.
આશ્રવતત્ત્વના સામાન્ય પ્રકારે વિશ ભેદ કહે છે.
૧ મિથ્યાત્ત્વ ૨ અવ્રત ૩ પ્રમાદ ૪ કષાય ૫ અશુભ જોગ ૬ પ્રાણાતિપાત ૭ મૃષાવાદ ૮ અદત્તાદાન ૯ મૈથુન ૧૦ પરિગ્રહ ૧૧ શ્રોસેંદ્રિય અસંવરે ૧૨ ચક્ષુઈન્દ્રિય અસંવરે ૧૩ બ્રાદ્રિય અસંવરે ૧૪ રસેંદ્રિય અસંવરે ૧૫ સ્પર્શેન્દ્રિય અસંવરે ૧૬ મન અસંવરે ૧૭ વચન અસંવરે ૧૮ કાયા અસંવરે ૧૯ ભંડ ઉપગરણ ઉપધિ જેમ તેમ લે મૂકે ૨૦ શુચિ કુસગ્ન કરે. (ડાભની (ઘાસની-) અણી ઉપર પાણી રહે તેટલું પાપ કરે તે.)
વિશેષે ૪૨ ભેદ કહે છે (પાંચ વ્રતના) ૫ આશ્રવ, ૫ ઇન્દ્રિય મોકળી મૂકે, ૪ કષાય અને ૩ અશુભજોગ એ મળીને ૧૭ ને ૨૫ ક્રિયા તે નીચે પ્રમાણે છે.
૧. કાઈયા ક્રિયા - કાયાને અજતનાએ પ્રવર્તાવે. ૨. અહિગરણિયા - હથિયારોથી જીવનું દમન થાયતે. ૩ પાઉસિયા - જીવ અજીવ ઉપર દ્વેષ રાખવાથી. ૪. પારિતાવણીયા -- પોતાને તથા પરને પરિતાપ ઉપજાવવો તે. ૫. પાણાઈવાઈયા - પોતાનાં તથા પરનાં પ્રાણ હરે તે. ૬. આરંભિયા - જીવ તથા અજીવનાં નિમિત્તે છ કાયનો આરંભ કરે છે. ૭ પરિગ્દહિયા - જીવ તથા અજીવનો પરિગ્રહ મેળવી મોહ કરવો તે. ૮. માયાવત્તિયા - કપટથી કોઈને ઠગવું તે. ૯. અપચ્ચકખાણ વત્તિયા - કોઈ જાતનાં પચ્ચખ્ખાણ કર્યા વગર લાગે છે. ૧૦. મિચ્છાદંસણ વત્તિયા - જિન વચનથી ઓછી અધિક તથા વિપરીત પ્રરૂપણા કરતાં લાગે છે. ૧૧