SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ અને ઉપર પાટો એ બે હોય તે. ૭૪ નારાજી સંઘયણ – મર્કટબંધ હોય તે. ૭૫ અર્ધનારાચ સંઘયણ - એક પાસું મર્કટબંધ હોય તે. ૭૬ કીલકું સંઘયણ - માંહોમાંહે હાડકાં અને ખીલીનો બંધ હોય તે. ૭૭ છેવટું સંઘયણ - ખીલી ન હોય અને હાડકાં માંહોમાંહે અડાડી રાખ્યા હોય તે. ૭૮ ન્યગ્રોધ પરિમંડળ સંઠાણ - વડવૃક્ષની પેઠે નાભિની ઉપર સુલક્ષણયુક્ત અને નીચે નિલક્ષણયુક્ત હોય તે. ૭૯ સાદિ સંડાણ – નાભિની નીચેનું અંગ સારું અને ઉપરનું અંગ નરસું હોય તે. ૮૦ વામન સંઠાણ - ઉદર લક્ષણોપેત અને હાથ, પગ, માથું, કટિ પ્રમાણ રહિત (ઠીંગણું) હોય તે. ૮૧ કુજ સંડાણ – હાથ, પગ, માથું, કટિ પ્રમાણોપેત અને ઉદર પ્રમુખ હીન હોય તે. ૮૨ હુંડ સંઠાણ – સર્વ અવયવ અશુભ હોય છે. એ વ્યાસી ભેદ પાડતત્ત્વના જણવા. (પાપ તત્ત્વની ૮૨ પ્રકૃતિ કર્મનાં ક્રમ પ્રમાણે – જ્ઞાનાવરણીય - ૫ (મતિ, શ્રુત, અવધિ, મનઃ પર્યવ, કેવળ જ્ઞાનાવરણીય) દર્શનાવરણીય-૯ (ચક્ષુ, અચલુ, અવધિ, કેવળ દર્શનાવરણીય, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા, થીણદ્ધિ નિદ્રા). વેદનીય-૧ (અશાતા), મોહનીય-૨૬. (અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાનાવરણીય, સંજ્વલનનો ચોક, ૯ નોકષાય, (હાસ્ય, રતિ, અરતિ... નપું. વેદ) મિથ્યાત્વ મોહનીય,) આયુષ્ય-૧ (નારકીનું) નામ-૩૪ (નરક, તિર્યંચ ગતિ, એકે. બેઈ.એઈ. ચૌરે. જાતિ, ૫ સંઘયણ, ૫ સંઠાણ, અશુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, વિદાયગતિ, નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, ઉપઘાત નામ, સ્થાવરનો દશકો (૧૦)). ગોત્ર-૧ (નીચગોત્ર), અંતરાય - ૫ દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વિર્યાન્તરાય) કુલ ૫ + ૯ + ૧ + ૨૬ + ૧ + ૩૪ + ૧ + ૫ = ૮૨)
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy