________________
સમકિતના બાર દ્વાર
૪૪૯
(૪) ચાર પ્રકૃતિઓનો ક્ષય કરે, બેને ઉપશમાવે અને એકને વેદે તે ક્ષયોપશમ વેદક સમકિત.
(૫) પાંચ પ્રકૃતિઓનો ક્ષય કરે, એકને ઉપશમાવે અને એકને વેદે તે ક્ષયોપશમ વેદક સમકિત.
(૬) છ પ્રકૃતિઓને ઉપશમાવે અને એકને વેદે તે ઉપશમ વેદક સમતિ.
(૭) સાતેય પ્રકૃતિઓને ઉપશમાવે તે ઉપશમ સમકિત. (૮) છ પ્રકૃતિઓનો ક્ષય કરે અને એકને વેદે તે ક્ષાયિક વેદક સમકિત.
(૯) સાતેય પ્રકૃતિઓનો ક્ષય કરે તે ક્ષાયિક સમકિત.
૩. આવણદ્વાર ક્ષાયક સમ્યક્ત્વ માત્ર મનુષ્યભવમાં આવે શેષ ત્રણ સમ્ય૦ ચાર ગતિમાં આવે.
૪. પાવણદ્વાર–ચારેય સમ્ય૦ ચારેય ગતિમાં પાવે (હોય). ૫. પરિમાણ-ક્ષાયક સમ્ય૦ અનંતા (સિધ્ધ આશ્રી). શેષ ત્રણ સમ્ય૦ વાળા અસંખ્યાતા જીવ.
૬. ઉચ્છેદદ્વાર-ક્ષાયક સમ્ય૦ નો ઉચ્છેદ કદિ ન થાય શેષ ત્રણ ઉચ્છેદ થાય.
૭. સ્થિતિદ્વાર–ક્ષાયક સમ્ય૦ સાદિ અનંત. ઉપશમ સમ્ય૦ જ. ઉ. અં. મું. ક્ષયોપ૦ સ્થિતિ જ અં. મું ઉ૦ ૬૬ સાગર ઝાઝેરી. વેદકની સ્થિતિ જ. ૧ સમય ઉ. ૬૬ સાગર ઝાઝેરી.
૮. અંતરદ્વાર-ક્ષાયક સમ્ય૦ નો આંતરો ન પડે. શેષ ૩ નો આંતરો પડે તો જ.અં.ઉ. અનંતકાળ યાવત્ દેશ ઉણા અર્ધ પુદ્ગલ પરાવર્તન.
૯. નિરંતરદ્વાર-ક્ષાયક સમકિત નિરંતર આઠ સમય સુધી આવે શેષ ૩ સમ્ય૦ આવલિકાના અસં. ભાગના જેટલો સમય નિરંતર આવે. બ્રુ-૨૯