________________
યોની પદ
૪૨૩
પ્રકારે કહી છે - સચેત, અચેત, ને મિશ્ર. નારકી અને દેવતામાં યોની એક અચેત. પાંચ સ્થાવર, ત્રણ વિકલેંદ્રિય, સમુર્ચ્છિમ તિર્યંચ અને સમુર્ચ્છિમ મનુષ્યમાં યોની ત્રણ પામે છે. સંશી તિર્યંચ અને સંશી મનુષ્યમાં યોની એક મિશ્ર. હવે તેનો અલ્પબહુત્વ કહે છે. સર્વથી થોડા મિશ્ર યોનીયા, તેથી અચેત યોનીયા અસંખ્યાત ગુણા, તેથી અયોનિયા અનંતગુણા, તેથી સચેત યોનિયા અનંતગુણા, વળી યોની ત્રણ પ્રકારની - સંવુડા, વિયડા ને સંવુડાવિયડા, સંવુડા કહેતાં ઢાંકી, વિયડા કહેતાં ઉઘાડી, સંવુડા વિયડા કહેતાં કાંઈક ઢાંકી અને કાંઈક ઉઘાડી. હવે પાંચ સ્થાવર, દેવતા અને નારકીમાં યોની એક સંવુડા. ત્રણ વિકલેન્દ્રિય, અસંશી તિર્યંચ અને સમુર્ચ્છિમ મનુષ્યમાં યોની એક વિયડા પામે. સંશી તિર્યંચ અને સંશી મનુષ્યમાં યોની એક સંવુડાવિયડા. હવે તેનો અલ્પબહુત્વ કહે છે. સર્વથી થોડા સંવુંડાવિયડા, તેથી વિયડા યોનીયા અસંખ્યાતગુણા, તેથી અયોનીયા અનન્તગુણા, તેથી સંવુડા યોનીયા અનન્તગુણા. વળી યોની ત્રણ પ્રકારની છે. સંખા કહેતાં શંખને આકારે, કચ્છા કહેતાં કાચબાને આકારે. વંશપતા કહેતાં વાંસનાં પાંદડાને આકારે. ચક્રવર્તીની સ્ત્રીરત્નની યોની શંખને આકારે. તે યોનીવાળી સ્ત્રીને સંતાન ન થાય. ૬૩ શલાકા પુરૂષની માતાની યોની કાચબાને આકારે હોય, અને સર્વ મનુષ્યની માતાની યોની વાંસના પાંદડાને આકારે હોય.
ઇતિ શ્રી યોની પદનો થોકડો સંપૂર્ણ.