________________
૪૨૪
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ
[(૩૮) આઠ આત્માનો વિચાર
ભગવતી શ. ૧૨ ઉ. ૧૦ શિષ્ય પૂછે છે, કે હે ભગવન ! સંગ્રહનયને મતે આત્મા એકજ સ્વરૂપી કહેવામાં આવ્યો છે, તેમ છતાં બીજે મતે તે આત્માના ભિન્ન ભિન્ન પ્રકાર કહેવાય છે, તો શું આત્માના જુદા જુદા ભેદ છે? જો હોય તો તે કેટલા?
ગુરુ જવાબમાં કહે છે, હે શિષ્ય ! ભગવતીજીનો અભિપ્રાય જોતાં આત્મા તે તો આત્મા જ છે. તે આત્મા સ્વશક્તિએ કરીને એક જ રીતે એકજ સ્વરૂપી છે. સમાન પ્રદેશી અને સમાન ગુણી છે. તેથી નિશ્ચયે એકજ ભેદ કહેવાય છે. પણ વ્યવહાર નયની અપેક્ષા કેટલાક કારણોને લઈને આઠ આત્મા કહેવાય છે. તે જેવા કે દ્રવ્ય આત્મા ૧. કષાય આત્મા ૨. જોગ આત્મા ૩ ઉપયોગ આત્મા ૪. જ્ઞાન આત્મા. ૫. દર્શન આત્મા. ૬. ચારિત્ર આત્મા ૭. અને વીર્ય આત્મા ૮. એ આઠ ગુણે કરી આઠ નામ કહેવાય છે, અને તે એક બીજા સાથે મળી જવાથી તેના અનેક વિકલ્પ ભેદ થાય છે, તે યંત્રથી જણાશે.