________________
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
દશમો લેશ્યાની ગતિનો દ્વાર કહે છે : કૃષ્ણ, નીલ, કાપુત એ ત્રણ અપ્રશસ્ત અધમ લેશ્યા તેણે કરી જીવ દુર્ગતિએ જાય. તેજુ, પદ્મ, શુકલ એ ત્રણ ધર્મ લેશ્યા, તેણે કરીને જીવ સુગતિએ જાય.
૪૨૨
અગીઆરમો લેશ્યાના ચવનનો દ્વાર કહે છે - સઘળી લેશ્યા પ્રથમ પરિણમતી વખતે કોઈ જીવને ઉપજવું કે ચવવું નથી તથા લેશ્યાના છેલ્લા સમયે કોઈ જીવને ઉપજવું કે ચવવું નથી. પરભવને વિષે કેમ ચવે તે કહે છે - લેશ્યા પરભવની આવી થકી અંતર્મુહૂર્ત ગયા પછી શેષ અંતર્મુહૂર્ત આઉખા આડા રહે થકે જીવ પરલોકને વિષે જાય.
ઇતિ શ્રી લેશ્યાનો થોકડો સંપૂર્ણ.
(૩૭) યોની પદ.
પક્ષવણા પદ-૯
શ્રીપક્ષવણાજી સૂત્ર પદ ૯ મે યોનીનો અધિકાર ચાલ્યો છે. યોની ત્રણ પ્રકારની છે. શીતયોની, ઉષ્ણયોની, શીતોષ્ણયોની. હવે તેનો વિસ્તાર કહે છે : પહેલી નરકથી ત્રીજી નરક સુધી શીતયોનીયા, ચોથી નરકે શીતયોનીયા ઘણા અને ઉષ્ણયોનીયા થોડા, પાંચમી નરકે ઉષ્ણયોનીયા ઘણા અને શીતયોનીયા થોડા, છઠ્ઠી નરકે ઉષ્ણયોનીયા, સાતમી નરકે મહા ઉષ્ણયોનીયા. અગ્નિ વર્જીને ચારે સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, સમુર્ચ્છિમ તિર્યંચ અને સમુર્ચ્છિમ મનુષ્યમાં ત્રણ યોની પામે. તેઉકાયમાં એક ઉષ્ણયોની. સંશી તિર્યંચ, સંશી મનુષ્ય અને દેવતામાં યોની એક શીતોષ્ણયોની. હવે તેનો અલ્પ બહુત્વ કહે છે - સર્વથી થોડા શીતોષ્ણયોનીયા, તેથી ઉષ્ણયોનીયા અસંખ્યાત ગુણા, તેથી અયોનીયા સિદ્ધ ભગવંત અનન્ત ગુણા. તેથી શીતયોનીયા અનન્તગુણા. વળી યોની ત્રણ