________________
૪૨૧
છ લેશ્યા જ. અંતર્મુહર્તની, ઉત્કૃષ્ટી દશ સાગરોપમ ને અંતર્મુહૂર્ત અધિક શુકલ લેશ્યાની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની ઉત્કૃષ્ટી ૩૩ સાગરોપમ ને અંતર્મુહૂર્ત અધિક. એ સમુચ્ચય લશ્યાની સ્થિતિ કહી. હવે ચાર ગતિની લશ્યાની સ્થિતિ કહે છે. પ્રથમ નારકીની વેશ્યાની સ્થિતિ કહે છે - કાપુત લેશ્યાની સ્થિતિ જઘન્ય દશ હજાર વર્ષ ની, ઉત્કૃષ્ટી ત્રણ સાગરોપમ ને પલ્યનો અસંખ્યાતમો ભાગ. નીલ લેશ્યાની સ્થિતિ જઘન્ય ત્રણ સાગર ને પલ્યનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટી દશ સાગર ને પલ્યનો અસંખ્યાતમો ભાગ, કૃષ્ણ લેશ્યાની સ્થિતિ જઘન્ય દસ સાગર ને પલ્યનો અસં. ભાગ, ઉત્કૃષ્ટી તેત્રીસ સાગર ને અંતર્મુહૂર્ત અધિક. એ નારકીની લેશ્યા કહી. હવે મનુષ્ય - તિર્યંચની લેગ્યાની સ્થિતિ કહે છે - છેદમસ્થ આશ્રી છએ લેશ્યાની સ્થિતિ જઘન્ય, અને ઉત્કૃષ્ટી અંતર્મુહૂર્તની. સગી કેવળી આશ્રી શુકલ લેશ્યાની સ્થિતિ જઘન્ય અંત, ઉ0 દેશે ઉણી ક્રોડ પૂર્વની. હવે દેવતાની લશ્યાની સ્થિતિ કહે છે. - ભવનપતિ, વાણવ્યંતર આશ્રી કૃષ્ણ વેશ્યાની સ્થિતિ જઘન્ય દશહજાર વર્ષની, ઉત્કૃષ્ટી પલ્પના અસંખ્યાતમા ભાગની, નીલ લશ્યાની સ્થિતિ જઘન્ય કૃષ્ણ લેશ્યાની ઉત્કૃષ્ટી સ્થિતિથી એક સમય અધિક અને ઉત્કૃષ્ટી પલ્યનો અસંખ્યાતમો ભાગ. કાપુત લેગ્યાની સ્થિતિ જઘન્ય નીલ લશ્યાની ઉત્કૃષ્ટી સ્થિતિથી એક સમય અધિક અને ઉત્કૃષ્ટી પલ્યના અસંખ્યાતમા ભાગની. ભવનપતિમાં તેજુ લશ્યાની સ્થિતિ જઘન્ય દશહજાર વર્ષ, ઉ. એક સાગર ઝાઝેરી. વાણવ્યંતરમાં તેજુ લેશ્યાની સ્થિતિ જ. દશ હજાર વર્ષ, ઉં. એક પલ્ય. જ્યોતિષી માં તેજુલેશ્યાની સ્થિતિ જ. પલ્યનો આઠમો ભાગ, ઉં. એક પત્યને એક લાખ વર્ષ. વૈમાનિકમાં તેજી લેશ્યાની સ્થિતિ જ. એક પલ્ય, ઉ. બે સાગર ઝાઝેરી. પદ્મ લેશ્યાની સ્થિતિ જ. બે સાગર, ઉં. દશ સાગર. શુકલ લેશ્યાની સ્થિતિ જ. દશ સાગર, ઉં. તેત્રીસ સાગર ને અંતર્મુહૂર્ત અધિક.