SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૦ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ નહીં, ગૃધી, ધૂતારો, પ્રમાદી, રસનો લોલુપી, માયાનો ગવેષ, આરંભનો અત્યાગી, પાપને વિષે સાહસિક, એ નીલ લેશ્યાનાં લક્ષણ જાણવાં. કાપૂત લેશ્યાના લક્ષણ કહે છે વાંકાબોલો, વાંકા કામ કરનાર, માયા કરીને હરખાય, સરળપણા રહિત, મોઢે જુદો અને પુઠે જુદો, મિથ્યા ખોટા વચનનો બોલનાર, ચોરી, મત્સરનો કરનાર, એ કાપુત લેશ્યાનાં લક્ષણ જાણવાં. તેજુ લેશ્યાનાં લક્ષણ કહે છે મર્યાદાવંત, માયા રહિત, ચપળપણા રહિત, કુતૂહલ રહિત, વિનયવંત, દમીતેંદ્રી, શુભ જોગવંત ઉપધાન તપસહિત દૃઢ ધર્મી, પ્રિય ધર્મો, પાપ થકી બીએ એ તેજુ લેશ્યાનાં લક્ષણ જાણવાં. પદ્મ લેશ્માનાં લક્ષણ કહે છે ક્રોધ, માન, માયા, લોભ પાતળા કર્યા છે, પ્રશાંત ચિત્ત, આત્માનો દમણહાર, યોગ ઉપધાન સહિત હોય, થોડાબોલો, ઉપશાંત, જીતેંદ્રી એ પદ્મ લેશ્યાનાં લક્ષણ જાણવાં. શુકલ લેશ્યાનાં લક્ષણ કહે છે - અતિ આર્તધ્યાન, રૌદ્રધ્યાનથી રહિત, ધર્મધ્યાન, શુકલધ્યાન સહિત દશ પ્રકારની ચિત્ત સમાધિએ કરી સહિત, આત્માનો દમણહાર ઇત્યાદિક શુકલ લેશ્યાનાં લક્ષણ જાણવાં. - - આઠમો લેશ્યાના સ્થાનકનો દ્વાર કહે છે અસંખ્યાતી ઉત્સર્પિણી, અવસર્પિણીના જેટલા સમય થાય તથા અસંખ્યાતા લોકના જેટલા આકાશ પ્રદેશ થાય, એટલાં લેશ્યાનાં સ્થાનક જાણવાં. - નવમો લેશ્યાની સ્થિતિનો દ્વાર કહે છે – કૃષ્ણ લેશ્યાની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટી ૩૩ સાગરોપમ ને અંતર્મુહૂર્ત અધિક; નીલ લેશ્યાની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની ઉત્કૃષ્ટી દશસાગરોપમ ને પલ્યનો અસંખ્યાતમો ભાગ અધિક; કાપુત લેશ્યાની સ્થિતિ જન્ય અંતર્મુહૂર્તની ઉત્કૃષ્ટી ત્રણ સાગરોપમ ને પલ્યનો અસંખ્યાતમો ભાગ અધિક; તેજુ લેશ્માની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટી બે સાગર ને પલ્યનો અસંખ્યાતમો ભાગ અધિક; પદ્મ લેશ્યાની સ્થિતિ
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy