________________
છ લેશ્યા
૪૧૭
તે કેને કહિયે ? સ્વાર્થરૂપ સંસાર સમુદ્ર માંહે જન્મ જરા મરણ સંયોગ વિયોગ શારીરિક માનસિક દુઃખ, કષાય, મિથ્યાત્વ, તૃષ્ણારૂપ ઘણા જલ કિલ્લોલાદિકની લહેરે કરી ચાર ગતિ, ચોવીસ દંડકને વિષે પરિભ્રમણ કરતાં જગત જીવને શ્રી જૈન ધર્મરૂપ કંપનો આધાર છે. તથા સંજમરૂપ નાવાનો શુદ્ધ સમકિતરૂપ નિર્જમક નાવનો ખેડણહાર છે. એવી નાવાએ કરી જીવ સિદ્ધિરૂપ મહા નગરને વિષે પહોંચે. ત્યાં અનંત અતુલ વિમલ સિદ્ધનાં સુખ, જીવ પામે એ ધર્મધ્યાનની ચોથી અણુપ્રેહા કહી. એવા ધર્મધ્યાનના ગુણ જાણીને સદા ધર્મધ્યાન બાઈયે જેથી પરમ સુખ પામીયે.
ઇતિ ધર્મધ્યાન સંપૂર્ણ
(૩૬) છ વેશ્યા, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ચોત્રીસમે છ લશ્યાનો થોકડો ચાલ્યો છે. તેમાં પ્રથમ વેશ્યાના અગિયાર દ્વાર કહે છે : - નામ, વર્ણ, રસ, ગંધ, સ્પર્શ, પરિણામ, લક્ષણ, સ્થાનક, સ્થિતિ, ગતિ અને ચવન, એ અગીયાર નામ કહ્યાં. હવે તેનો વિસ્તાર કહે છે.
પ્રથમ નામદ્વાર કહે છે :- કૃષ્ણ લેશ્યા, નીલ વેશ્યા, કાપુત લેશ્યા, તેજુ લેશ્યા, પદ્મ લેશ્યા, અને શુકલ વેશ્યા.
બીજો વર્ણ દ્વાર કહે છે :- કૃષ્ણ લેશ્યાનો વર્ણ - જેવો પાણી સહિત મેઘ કાળો, જેવાં પાડાનાં શીંગડાં કાળાં, જેવાં અરીઠાનાં બીજ, જેવું ગાડાનું ખંજન, આંખની કીકી એ કરતાં અનન્ત ગુણો કાળો. - નીલ લેશ્યાનો વર્ણ - જેવો અશોક વૃક્ષ નીલો,
સુ-૨૭