________________
૪૧૬
શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ
ઉત્કૃષ્ટો અનંતા કાલચક્ર, અસંખ્યાતા પુદ્ગલ પરાવર્તન સુધી નપુંસક વેદે ખેલ્યો. જ્યાં ગયો ત્યાં એકલો પુદ્ગલને સંયોગે અનેક રૂપ પરાવર્તન કીધાં, એ સર્વ વ્યવહાર નય જીવને વિષે જાણવો. એવા પરિભ્રમણનો મિટાવણહાર શ્રી જૈનધર્મને વિષે શુદ્ધ સદ્ધણા સહિત શુદ્ધ ઉદ્યમ પરાક્રમનું ફોરવવું થાય ત્યારે જ આત્માનું સાધન થાય. તે વારે સિદ્ધપણું પામે. તેમાં એકલો જ નિશ્ચય નય આત્મા જાણવો. જ્યારે શુદ્ધ વ્યવહાર પ્રવ્રર્વે ને અશુદ્ધ વ્યવહાર મટાડે તે વારે સિદ્ધ હોય એવો મારો એક આત્મા છે. જે ભણી અપર પરિવાર તે સ્વાર્થ રુપી છે, અને પલંગસા, મીસસાર અને વિસસા પુગલ તે પર્યવે કરી જેવે સ્વભાવે છે, તેવે સ્વભાવે ન રહે તે પણ અશાશ્વતા છે, તે માટે એક મારો પોતાનો આત્મા પોતાના કાર્યનો સાધક શાશ્વતો જાણીને પોતાના આત્માનું સાધન કરીયે. એ ધર્મધ્યાનની પહેલી અણુપેહા કહી.
હવે ધર્મધ્યાનની બીજી અણુપેહા કહે છે – અણીચાણખેડા તે કેને કહીયે ? રુપી પુગલની અનેક પ્રકારે યતના કરીએ. તે પણ અનિત્ય છે. નિત્ય એક શ્રી જૈનધર્મ પરમ સુખદાયક છે. પોતાના આત્માને નિત્ય જાણીને સમકિતાદિક સંવરે કરીને પુષ્ટ કરીયે એ ધર્મધ્યાનની બીજી અણુપેહા કહી.
હવે ધર્મ ધ્યાનની ત્રીજી અણપ્રેહા કહે છેઃઅસરણાણુપેહા તે કેને કહિયે ? આ ભવને વિષે અને પરભવ પહોંચતાં જીવને એક સમકિતપૂર્વક જૈનધર્મ વિના જન્મજરા, મરણનાં દુઃખ નિવારવા બીજો કોઈ શરણ સમર્થ નથી, એમ જાણી શ્રી જૈનધર્મનું શરણ કરીયે, જેથી પરમ સુખ ઉપજે. એ. ધર્મધ્યાનની ત્રીજી અણુપેહા કહી.
હવે ધર્મધ્યાનની ચોથી અણુપેહા કહે છે. સંસારાણુપેહા ૧. પીંગલા-પ્રયોગથી બનાવેલ ૨. મીસસાબન્નેનાં મિશ્રણથી ૩. વીસસા -કુદરતી બનતાં