________________
ઘર્મધ્યાન
૪૧૫ ભવમાંહિ ૭ પલ્યોપમની દેવી, બાવિસ ક્રોડાક્રોડ, પંચાસી લાખ ક્રોડ, એકોતેર હજાર ક્રોડ, ચારસે અઠ્ઠાવીસ ક્રોડ, સત્તાવન લાખ ચૌદ હજાર બસો ને અઠયાસી ઉપર પાંચ એટલી દેવી ભોગવી તૌ પણ તૃપ્તિ ન પામ્યો. મનુષ્ય મધ્યે સ્ત્રી પુરૂષપણે થયો. દેવકર, ઉત્તરકુર મધ્યે યુગલયુગલાણી થયો. ત્યાં મહા મનોહર રૂપ મનવાંછિત સુખ ભોગવ્યાં. દસ પ્રકારના કલ્પવૃક્ષથી મનવાંછિત સુખ ભોગવ્યાં. સ્ત્રી પુરૂષને ક્ષણ માત્રનો વિયોગ ન પડે. ૩ પલ્યોપમ સુધી નિરંતર સુખ વિલક્ષ્યાં. હરિયાસ રમ્યફવાસ મધ્યે ૨ પલ્યોપમ, હેમવયક્ષેત્ર, હિરણવયક્ષેત્ર મધ્યે ૧ પલ્ય સુધી, છપ્પન અંતરદ્વીપ મધ્યે પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ, યુગલ યુગલાણીપણે અનંતીવાર, સ્ત્રી પુરૂષના રૂપ લઈ ખેલ્યો પણ આત્મા તૃપ્તિ ન પામ્યો. વળી ચક્રવર્તીને ઘરે સ્ત્રી રત્નપણે લક્ષ્મી સરિખા રૂપ અનંતીવાર જીવ લઈ ખેલ્યો પણ તૃપ્તિ ન પામ્યો. વાસુદેવ, માંડલીક રાજા, પ્રધાન, વ્યવહારીયાને ઘરે સ્ત્રી પણે મનોજ્ઞ સુખોમાં પૂર્વક્રોડાદિકનાં આઉખાપણે પ્રવર્યો. વળી તેજ જીવ મનુષ્ય મધ્યે કુરૂપવાન, દુર્ભાગી, નીચ કુળ, દરિદ્રી ભર્તારની સ્ત્રી પણે, અલછરૂપ દુર્ભાગીપણે નટવાપણે પ્રવર્યો. છતાં મનુષ્યપણે સ્ત્રી પુરૂષના અવતાર પૂરા ન થયા. વળી તિર્યંચ પંચેન્દ્રિય જલચરાદિ મધ્યે સ્ત્રી વેદ, પુરૂષ વેદે પ્રવર્યો. વળી તે જીવ સાત નરકમાં, પાંચ એકેંદ્રિયમાં, ત્રણ વિકલેંદ્રીય તથા અસંજ્ઞી તિર્યંચ અને અસંજ્ઞી મનુષ્ય મધ્યે નિયમા નપુંસકવેદે અને સંજ્ઞી તિર્યંચ અને મનુષ્ય મધ્યે પણ નપુંસક હોય તે સર્વે નપુસંક વેદ જીવ પ્રવર્યો. પરમાર્થે લાગઠ સ્ત્રી વેદે પ્રવર્યો. તે ઉત્કૃષ્ટા એકસો દસ પલ્ય અને પૃથફ પૂર્વ ક્રિોડ સુધી
સ્ત્રી વેદે ખેલ્યો, જઘન્ય આઉખા ભોગવ્યા આશ્રી અંતર્મુહૂર્ત, પુરૂષવેદે ઉત્કૃષ્ટો પૃથક સો સાગર ઝાઝેરા સુધી પુરૂષ વેદ મધ્યે ખેલ્યો. જઘન્ય આઉખા ભોગવ્યા આશ્રી અંતર્મુહૂર્ત. નપુંસકવેદે