________________
%
૪૧૮
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ ચાસપક્ષીની પાંખ, વૈર્યરત્ન એથી અનન્ત ગુણો નીલ લશ્યાનો નીલો વર્ણ છે.
કાપુત લેશ્યાનો વર્ણ - જેવાં અળશીનાં કુલ, જેવી કોયલની પાંખ, જેવી પારેવાની ડોક કાંઈક રાતી કાંઈક કાળી, એ કરતાં અનન્તગુણો અધિક કાપુત લેશ્યાનો વર્ણ જાણવો.
તે લેશ્યાનો વર્ણ - જેવો ઉગતો સૂર્ય રાતો, જેવી સુડાની ચાંચ, જેવી દવાની શીખા, એ કરતાં અનન્તગુણો અધિક રાતો.
પઘ લેયાનો વર્ણ - જેવી હરતાળ, જેવી હળદર, જેવાં શણના ફૂલ, એ કરતાં અનન્ત ગુણો અધિક પીળો.
શુકલ લેહ્યાનો વર્ણ - જેવો શંખ, જેવું અંકરત્ન, જેવું મોગરાનું ફુલ, જેવું ગાયનું દુધ, જેવો રૂપાનો હાર, એ કરતાં અનન્ત ગુણો અધિક શ્વેત. - ત્રીજો લેશ્યાના રસનો દ્વાર કહે છે :- કૃષ્ણ લેશ્યાનો રસ - જેવું કડવું તુંબડું, જેવો કડવો લીંબડાનો રસ, જેવો રોહીણી નામે વનસ્પતિનો રસ, એથી અનન્ત ગુણો અધિક કડવો રસ. ૧. નીલ લશ્યાનો રસ - જેવો સૂઠનો તીખો રસ, જેવો પીપર - મરીનો રસ, એથી અનંત ગુણો અધિક તીખો રસ. ૨. કાપુત લેશ્યાનો રસ - જેવો કુણી કાચી કેરીનો રસ, જેવો કાચાં કોઠાના રસ, એથી અનન્ત ગુણો અધિક ખાટો રસ. ૩. તેજુ લેશ્યાનો રસ - જેવો પાકા આંબાનો રસ, જેવો પાકા કોઠાનો રસ, એથી અનંત ગુણો કાંઈક ખાટો ને કાંઈક મીઠો રસ. ૪. પા લેશ્યાનો રસ જેવો વારૂણીનો રસ, જેવો આશપ દ્રાક્ષાસવ)નો રસ, જેવો મધુનો રસ એથી અનન્ત ગુણો મધુરો રસ. ૫. શુકલ લશ્યાનો રસ જેવો ખજુરનો રસ, જેવો દ્રાક્ષનો રસ, જેવો દૂધનો રસ, જેવો સાકરનો રસ એથી અનન્ત ગુણો અધિક મીઠો રસ ૬.