________________
४०८
શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ અને ત્રીછું પલ્યના આઉખાવાળા સંખ્યાત દ્વીપ સમુદ્ર દેખે અને સાગરના આઉખાવાળા અસંખ્યાતા દ્વીપ સમુદ્ર દેખે. ત્રીજા દેવલોકથી યાવત્ સર્વાર્થસિદ્ધ વિમાનના દેવતા ઊંચું પોતપોતાના વિમાનની ધ્વજા સુધી દેખે, ત્રીઠું અસંખ્યાતા દ્વીપ સમુદ્ર દેખે, નીચું ત્રીજ ચોથાવાળા બીજી નરકના તળા સુધી, પાંચમા છઠ્ઠાવાળા ત્રીજી નરકના તળા સુધી, ૭-૮ દેવલોકવાળા ચોથી નરકના તળા સુધી, નવમાંથી બારમા સુધીના પાંચમી નરકના તળા સુધી, નવ રૈવેયકના છઠ્ઠી નરકના તળા સુધી, ચાર અનુત્તર વિમાનના સાતમી નરકના તળા સુધી, અને સર્વાર્થસિદ્ધના દેવતા દેશે ઉણી લોકનાલીકા સુધી દેખે. તિર્યંચ, જ0 આંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉ૦ અસંખ્યાતા દ્વીપ સમુદ્ર દેખે. મનુષ્ય, જ0 આંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉ૦ આખા લોક અને અલોકમાં લોક જેવડા અસંખ્યાતા ખંડ જોવાની શક્તિ છે. - ૩ - ત્રીજો સંઠાણ દ્વાર - નારકી, ત્રાપાને આકારે દેખે, ભવનપતિ, પાલાને આકારે દેખે, વાણવ્યંતર, પડહને આકારે દેખે. જ્યોતિષી, ઝાલરને આકારે દેખે, બાર દેવલોકના દેવતા, મૃદંગને આકારે દેખે, નવ રૈવેયકના દેવતા, ફૂલની ચંગેરીના આકારે દેખે, અનુત્તર વિમાનના દેવતા, કુંવારી કન્યાના કંચવાને આકારે દેખે.
૪ - ચોથો આત્યંતર અને બાહ્ય દ્વાર - નારકી દેવતા આત્યંતર દેખે, તિર્યંચ બાહ્ય દેખે, મનુષ્ય આત્યંતર અને બાહ્ય દેખે, કારણ કે તીર્થંકર દેવને અવધિજ્ઞાન સાથે જ હોય છે.
૫ - પાંચમો દેશ અને સર્વથકી દ્વાર-નારકી, તિર્યંચ અને દેવતા દેશ થકી અને મનુષ્ય દેશથી તથા સર્વ થકી દેખે.
૬ - છઠ્ઠો અણુગામી અને અણાણુગામી દ્વાર - નારકી દેવતાને અણુગામી કહેતાં, સાથે જનારૂં અવધિજ્ઞાન હોય, મનુષ્ય અને તિર્યંચને અણુગામી અને અણાણુગામી બન્ને હોય.