________________
૪૦૯
ઘર્મધ્યાન
૭-૮ સાતમો દિયમાન - વર્તમાન અને આઠમો અવઢીયા દ્વાર - નારકી દેવતાને અવટ્ટીયા કહેતાં હોય તેટલું અવધિજ્ઞાન રહે, મનુષ્ય અને તિર્યંચને હિયમાન, વર્તમાન અને અવઢીયા એ ત્રણે પ્રકારનું હોય.
૯-૧૦ નવમો પડીવાઈ અને દશમો અપડીવાઈ લારનારકી અને દેવતાને અપડીવાઈ અવધિ જ્ઞાન હોય, મનુષ્ય અને તિર્યંચને પડીવાઈ અને અપડીવાઈ બન્ને જાણવા.
ઇતિ અવધિ પદ સંપૂર્ણ
| (૩૫) ધર્મધ્યાન
ઉવવાઈ સૂત્રપાઠ. સેકિંત ધમૅઝાણે ? ચઉવિહે, ચલ પડિહારે પન્નતે તે જહા; આણાવિજએ ૧. અવાયવિજએ ૨. વિવાગવિજએ ૩. સંડાણ વિજએ ૪. ધમ્મસ્મણંઝાણસ્સ ચત્તારિ લખણા પન્નતા તંજહા. આણારૂઈ ૧. નિસગ્નરૂઈ ૨. સુત્તરઈ ૩. ઉવએસરૂઈ ૪. ધમ્મસ્મર્ણ ઝાણસ ચત્તારિ આલંબણા પન્નતા તંજહા, વાયણા ૧. પુચ્છણા ૨. પરિપટ્ટણા ૩. ધમ્મકહા ૪. ધમ્મરસણ ઝાણસ્મ ચત્તારિ અણુપેહા પન્નતા તંજહા. એગચ્યાણખેડા ૧. અણિચ્ચાણખેડા ૨. અસરણાણુપેહા ૩. સંસારાણપ્રેહા ૪.
એ સૂત્ર પાઠ કહ્યો. હવે સૂત્રનો અર્થ કહે છે. ધર્મ ધ્યાનના ચાર ભેદ. - તે માટે પહેલા ભેદનો અર્થ કહે છે. આણા વિજએ કહેતાં વીતરાગની આજ્ઞાનો વિચાર ચીંતવવો તે. વીતરાગની આજ્ઞા જે સમકિત સહિત બાર વ્રત, શ્રાવકની અગિયાર પડિમા, પંચ મહાવ્રત, ભિષ્મની બાર પડિયા, શુભધ્યાન, શુભયોગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, છકાયની રક્ષાં એ વીતરાગની આજ્ઞા