SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ અવધિ વદ. 0૭ (૩૪) અવધિ પદ. શ્રી પન્નવણાજી સૂત્ર પદ તેત્રીસમે અવધિ પદનો થોકડો ચાલ્યો તેમાં પ્રથમ દશ દ્વાર છે, તેનાં નામ કહે છે : ભેદ દ્વાર ૧૦ વિષય દ્વાર ૨૦ સેઠાણ દ્વાર ૩૦ આત્યંતર અને બાહ્ય દ્વાર ૪૦ દેશ થકી અને સર્વ થકી ૫૦ અણુગામી ૬૦ હીયમાન અને વર્તમાન ૭૦ અવઠ્ઠીયા ૮૦ પડિવાઈ ૯૦ અપડિવાઈ ૧૦. ૧ - પહેલો ભેદ દ્વાર - તેમાં નારકી અને દેવતા ભવ પ્રત્યે દેખે એટલે ઉપજતી વખતે સાથે અવધિજ્ઞાન હોય છે. તિર્યંચ અને મનુષ્ય ક્ષયોપશમ પ્રમાણે દેખે. ૨ - બીજો વિષય દ્વાર - એટલે પહેલી નરકના નારકી જઘન્ય સાડાત્રણ ગાઉ દેખે, ઉત્કૃષ્ય ચાર ગાઉ છે. બીજી નન્ના નારકી જધન્ય ત્રણ ગાઉં, ઉત્કૃષ્ટા સાડા ત્રણ ગાઉ દેખે, ત્રીજી નરકના નારકી જ0 અહી ગાલ, ઉ૦ સાણ ગાઉ દેખે. ચોથી નરકના નારકી જ0 બે ગાઉ, ઉ૦ અઢી ગાઉ દેખે. પાંચમીના જ0 દોઢ ગાઉ, ઉ૦ બે ગાઉ દેખે. છઠ્ઠીના જ એક ગાઉ, ઉ0 દોઢ ગાઉ દેખે. સાતમીના જ0 અર્ધ ગાઉ, ઉ૦ એક ગાઉ દેખે. અસુરકુમાર (ભવનપતિ) જ0 પચીસ જોજન સુધી દેખે, ઉ૦ ત્રણ પ્રકારનું દેખે. ઊંચું પહેલા બીજા દેવલોક સુધી, નીચું ત્રીજી નરકના તાળા સુધી, અને ત્રીજું પલ્યના આઉખાવાળા સંખ્યાતા દ્વીપ સમુદ્ર દેખે અને સાગરના આઉખાવાળા અસંખ્યાતા દ્વિીપ સમુદ્ર દેખે. વાણવ્યંતર અને નવ નિકાયના દેવતા જપચીસ જોજન, ઉ0 ત્રણ પ્રકારનું દેખે. ઊંચુ પહેલાં દેવલોક સુધી, નીચું પાતાળ કળશા સુધી, અને ત્રીઠું સંખ્યાત દ્વીપ સમુદ્ર દેખે, જ્યોતિષી અને પહેલા બીજા દેવલોકના દેવતા જ૦ આંગુલનો અસંખ્યાતમો ભાગ ઉ૦ ત્રણ પ્રક્વરનું દેખે. ઊંચું પોતાના વિમાનની ધ્વજા સુધી, નીચું પહેલી નરકના તળા સુધી,
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy