________________
૪૦૬
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ બીજી અધર્મ જાગરિકા : - તે સંસારમાં ધન કુટુંબ પરિવારનો સંજોગ મેળવવો, તેને માટે આરંભાદિક કરવા, તેની રક્ષા કરવી,તેના ઉપર દૃષ્ટિ રાખવી, તે અધર્મ જાગરિકા જાણવી.
- ત્રીજી સુદખ જાગરિકા : તે સુ કહેતાં ભલી, દબુ કહેતાં ચતુરાઈવાળી જાગરિકા, એ જાગરિકા શ્રાવકને હોય છે, કેમકે સમ્યક જ્ઞાન, દર્શન સહિત ધન - કુટુંબાદિક તથા વિષય કષાયને ખોટા જાણે છે, દેશથી નિવર્યા છે, ઉદય ભાવથી ઉદાસીનપણે રહે છે, ત્રણ મનોરથ ચિંતવે છે. તે સુદખુ જાગરિકા જાણવી.
ઈતિ ત્રણ જાગરિકા સંપૂર્ણ
(૩૩) છ કાયના ભવા શ્રી ગૌતમ સ્વામી વીર ભગવાનું ને વંદણા નમસ્કાર કરી પૂછતા હવા કે, હે ભગવન્! છ કાયના જીવ અંતર્મુહૂર્તમાં કેટલા ભવ કરે?
વીર ભગવાને કહ્યું, હે ગૌતમ ! પૃથ્વી, પાણી, અગ્નિ, વાયરો, એ જઘન્ય એક ભવ કરે, ઉત્કૃષ્ટા બાર હજાર આઠ ચોવીસ ભવ એક અંતર્મુહૂર્તમાં કરે. વનસ્પતિના બે ભેદ, તે પ્રત્યેક અને સાધારણ. પ્રત્યેક, જઘન્ય એક ભવ, ઉત્કૃષ્ટ બત્રીસ હજાર ભાવ કરે અને સાધારણ જઘન્ય એક ભવ અને ઉત્કૃષ્ટ પાંસઠ હજાર પાંચસે છત્રીસ ભવ કરે. બેઈદ્રિય, જઘન્ય એક ભવ અને ઉત્કૃષ્ટા એંસી ભવ કરે. તેઈન્દ્રિય, જઘન્ય એક ભવ અને ઉત્કૃષ્ટા સાઠ ભવ કરે. ચૌરેંદ્રિય, જઘન્ય એક ભવ અને ઉત્કૃષ્ટા ચાલીસ ભવ કરે. અસંશી તિર્યંચ પંચેંદ્રિય, જઘન્ય એક ભવ અને ઉત્કૃષ્ટા ચોવીસ ભવ કરે. સંજ્ઞી તિર્યંચ અને સંજ્ઞી મનુષ્ય, જઘન્ય અને ઉત્કૃષ્ટો એક ભવ કરે. સંપૂર્કીમ મનુષ્ય જઘન્ય ૧ ભવ. ઉ. ૧ ભવ કરે. એક મુહૂર્ત (બે ઘડી) ની ૧,૬૭,૭૭,૨૧૬ આવલિકા થાય. અને એક ક્ષુલ્લક (નાનામાં નાનો) ભવ. - ૨૫૬ આવલિકાથી નાનો ન હોય.
ઇતિ છ કાયના ભવ સંપૂર્ણ