________________
ત્રણ જાગરણ
૩૨) ત્રણ જાગરિકા
ભગવતી શ. ૧૨. ૯. ૧
શ્રી વીર ભગવાનને ગૌતમસ્વામી પૂછતા હતા, કે હે
ભગવન્ ! જાગરિકા કેટલા પ્રકારે કહી છે ?
ભગવાન કહે હે ગૌતમ ! જાગરિકા ત્રણ પ્રકારની કહી છે, તે સાંભળ ૧ ધર્મ જાગરણ, ૨. અધર્મ જાગરણ, ૩ સુદખુ જાગરણ. તેમાં પ્રથમ ધર્મ જાગરણના ચાર ભેદ ૧. આચાર ધર્મ, ૨. ક્રિયા ધર્મ. ૩. દયા ધર્મ, ૪. સ્વભાવ ધર્મ. તેમાં પ્રથમ આચાર ધર્મના પાંચ ભેદ ૧. જ્ઞાનાચાર, ૨. દર્શનાચાર, ૩. ચારિત્રાચાર, ૩. તપાચાર, ૫. વીર્યાચાર. તેમાં જ્ઞાનાચારના ૮. ભેદ, દર્શનાચારના ૮ ભેદ, ચારિત્રાચારના ૮ ભેદ, તપાચારના ૧૨ ભેદ, વીર્યાચારના ૩ ભેદ, એ રીતે ૩૯ થયા. જ્ઞાનાચારના ૮ ભેદ : ૧. જ્ઞાન ભણવાને વખતે જ્ઞાન ભણવું, ૨. જ્ઞાન લેતાં વિનય કરવો, ૩. જ્ઞાન તથા જ્ઞાનીનું બહુમાન કરવું, ૪. જ્ઞાન ભણતાં યથાશક્તિ તપ કરવો, ૫. અર્થ તથા ગુરૂને ગોપવવા નહિ, ૬. અક્ષર શુદ્ધ, ૭. અર્થ શુદ્ધ, ૮. અક્ષર, અર્થ બન્ને શુદ્ધ ભણે.
-
-
૪૦૩
-
દર્શનાચારના ૮ ભેદ ઃ - ૧. જૈન ધર્મમાં શંકારહિતપણું, ૨. પાખંડ ધર્મની વાંછારહિતપણું, ૩. કરણીના ફળનું સંદેહરહિતપણું, ૪. પાખંડીના આડંબર દેખી મૂંઝાય નહિ, ૫. સ્વધર્મની પ્રશંસા કરે, ૬. ધર્મથી પડતાને સ્થિર કરે, ૭. સ્વધર્મની ભક્તિ કરે, ૮. જૈન ધર્મને અનેક રીતે દીપાવે, કૃષ્ણ શ્રેણિકની પેરે.
-
ચારિત્રાચારના ૮ ભેદ : ૧ ઇર્યા સમિતિ, ૨. ભાષા સમિતિ, ૩. એષણા સમિતિ, ૪. આયાણભંડમતનિખેવણા સમિતિ, ૫. ઉચ્ચારપાસવણ ખેલ, જલ, સિંઘાસ પારિઠાવણીઆ સમિતિ, ૬. મન ગુપ્તિ, ૭. વચન ગુપ્તિ, ૮. કાય ગુપ્તિ.