________________
૪૦૪
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ તપાચારના બાર ભેદ છ બાહ્ય અને છ આત્યંતર, એ બાર. છ બાહ્ય તપનાં નામ – ૧ અણસણ, ૨ ઉણોદરી, ૩. વૃત્તિસંક્ષેપ, ૪. રસપરિત્યાગ, ૫. કાયકલેશ, ૬. ઈદ્રિ પ્રતિસંલીનતા. આત્યંતર તપનાછભેદઃ ૧ પ્રાયશ્ચિત, ૨ વિનય, ૩ વૈયાવચ્ચ, ૪. સઝાય, ૫ ધ્યાન, ૬ કાયોત્સર્ગ. એમ કુલ બાર ભેદ તપાચારના જાણવા. તેમાં ઈહલોક, પરલોકના સુખની વાંછારહિત તપ કરે. અથવા આજીવિકારહિત તપ કરે એ તપના બાર આચાર જાણવા.
વર્યાચારના ત્રણ ભેદ : ૧. બળ, વીર્ય, ધર્મનાં કામમાં ગોપવે નહિ. ૨. પૂર્વોક્ત ૩૬ બોલમાં ઉદ્યમ કરે, ૩. શક્તિ અનુસારે કામ કરે, એવું ૩૯ ભેદ આચાર ધર્મના કહ્યા.
હવે બીજે ક્રિયાધર્મ ઃ તેના સીત્તેર ભેદનાં નામ : ચાર પ્રકારે પિંડ વિશુદ્ધિ૧, ૪, પાંચ સમિતિ, ૫, બાર પ્રકારની ભાવના ૧૨, સાધુની બાર પડિમા ૧૨, પાંચ ઈદ્રિયનો નિરોધ ૫, પચીસ પ્રકારની પડિલેહણા ૨૫, ત્રણ ગુતિ ૩, ચાર અભિગ્રહ ૪, એવં ૭૦. તેને કરણ સિત્તેરી કહે છે.
૫ મહાવ્રત, ૧૦ થતિધર્મ, ૧૭ પ્રકારનો સંયમ, ૧૦ પ્રકારની વૈયાવચ્ચ, ૯ બ્રહ્મચર્યની વાડ, ૩ (જ્ઞાન, દર્શન, ચારિત્ર) રત્ન, ૧૨ તપ, ૪ કષાયનો નિગ્રહ એ ૭૦ ભેદને ચરણ સિત્તેરી કહે છે.
હવે ત્રીજો દયાધર્મ : તેના આઠ ભેદનાં નામ કહે છે ૧. પ્રથમ સ્વદયા", તે પોતાના આત્માને પાપથી બચાવે તે, ૨. પરદયા, તે બીજા જીવની રક્ષા કરવી તે, ૩. દ્રવ્ય દયા, તે દેખાદેખીથી દયા પાળે છે, અથવા શરમથી જીવની રક્ષા કરવી તે, અથવા કૂળ આચારે દયા પાળે તે, ૪. ભાવદયા, તે જ્ઞાનના જોગે કરીને જીવને જીવાત્મા જાણીને તે ઉપર અનુકંપા લાવી, તેનો જીવ
* સ્વદયામાં પરદયાની નિયમા અને પરદયામાં સ્વદયાની ભજના. ૧. પિંડ એટલે આહાર માટે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી, વિશુદ્ધિ એટલે અચેત પ્રાસુક આદિ સુઝતા દ્વવ્ય લેવા.