________________
આરાધના-વિરાધક
૪૦૧ આંગુલનો અસંખ્યાતમો ભાગ ઉ. ૧૦૦૦ જોજન. નરદેવની અવગાહના જ. સાત ધનુષ્ય ઉ. ૫૦૦ ધનુષ્ય, ધર્મદેવની અવગાહના જ. બે હાથ ઉ. ૫૦૦ ધનુષ્ય, દેવાધિદેવની અવગાહના જ. સાત હાથ ઉ. ૫૦૦ ધનુષ્ય. ભાવદેવની અવગાહના જ. એક હાથ ઉ. સાત હાથ. ઇતિ આઠમો અવગાહના દ્વાર.
નવમું અંતર દ્વાર – ભવિષ્ય દ્રવ્યદેવનું આંતરું પડે તો જ દશ હજાર વર્ષ અને અંતર્મુહૂર્ત અધિક, ઉ૦ અનંતકાલનું ૧. નરદેવનું જ0 એક સાગર ઝાઝેરું, ઉ૦ અર્ધ પુગલ પરાવર્તન દેશે ઉણું. ૨. ધર્મદિવનું જ0 બે પલ્ય ઝાઝેરું, ઉ૦ અર્ધપુદ્ગલ પરાવર્ત દેશે ઉણું. ૩. દેવાધિદેવનું આંતરૂં નથી. ૪. ભાવદેવનું જન્ટ અંતર્મુહુર્તનું, ઉ૦ અનંતકાળનું. ૫. ઇતિ નવમો અંતર દ્વાર.
દશમો અલ્પ બહુત્વ દ્વાર - સર્વથી થોડા નરદેવ ૧. તેથી દેવાધિદેવ સંખ્યાત ગુણા ૨. તેથી ધર્મદેવ સંખ્યાત ગુણા ૩. તેથી ભવિય દ્રવ્યદેવ અસંખ્યાત ગુણા ૪. તેથી ભાવદેવ અસંખ્યાત ગુણા ૫. ઈતિ દશમો અલ્પ બહુવૈદ્ધાર.
ઇતિ પાંચ દેવનો થોકડો સંપૂર્ણ
(૩૧) આરાધક-વિરાધક (શ્રી ભગવતીજી સૂત્ર શતક પહેલે, ઉદેશે બીજે)
દેવોત્પાતનાં ૧૪ બોલ (પન્નવણા સૂત્ર-૨૦મા ક્રિયાપદનો અધિકાર)
અસંજતિ ભવિય દ્રવ્યદેવ* જઘન્ય ભવનપતિ ઉત્કૃષ્ટ નવ રૈવેયક સુધી જાય. * આરાધક સાધુ જ0 પહેલા દેવલોક સુધી.
ઉ૦ સર્વાર્થસિદ્ધ વિમાન સુધી જાય. * શ્રમણનાં વેશમાં રહી શ્રમણોની ચર્યાનું પાલન કરનાર મિથ્યા દૃષ્ટિ જીવો.