________________
નક્ષત્ર પરિચય
૩ (૨૯) નક્ષત્ર પરિચય
જંબુદ્વિપ પન્નતિ, વ-૭ નભચક્રમાં તારાનાં કેટલાંક ઝુમખાં એવાં છે કે તે સર્વદા એક સરખાં આકારનાં અને માંહોમાંહેના અંતરના ન્યૂનાધિકતા ન થાય તેવાં છે. તેથી તે નક્ષત્ર કહેવાય છે, એવાં નક્ષત્રો કુલ ૨૮ છે. દરેક નક્ષત્રનો ચંદ્રમા સાથેનો યોગ લગભગ સાઠ ઘડીનો હોય છે, પણ અભિજિત (અભિચ) નક્ષત્ર ૧૯ ઘડીનું છે તેથી, તેની પહેલાનું ઉત્તરાષાઢા ૪૫ ઘડીનું હોવાથી તેમાં તેની ૧૫ ઘડી અને અભિચ પછીનું શ્રવણ નક્ષત્ર ૫૬ ઘડીનું હોવાથી તેમાં તેની ચાર ઘડી ભેળવી અભિજિતને જુદું નક્ષત્ર કેટલાક ગણતા નથી. આ રીતે ૨૭ નક્ષત્રોની બાર રાશિઓ ગણવામાં આવે છે. દરેક રાશિમાં સવા બે નક્ષત્ર હોય છે.
આ નીચે નક્ષત્રોનાં નામ, આકાર તથા તારાની સંખ્યા દર્શાવવામાં આવી છે. નામ આકાર
તારાની સંખ્યા ૧ અભિજિત ગાયના મસ્તક જેવો ૨ શ્રવણ કાવડના જેવો ૩ ધનિષ્ઠા પોપટના પાંજરા જેવો ૪ શતભિષા વિખરોયલાં ફૂલ જેવો ૧૦૦ ૫ પૂર્વા ભાદ્રપદ અર્ધ વાવડી જેવો ૬ ઉત્તરા ભાદ્રપદ અર્ધ વાવડી જેવો ૭ રેવતી વહાણ જેવો ૮ અશ્વિની ઘોડાની ખૂંધ જેવો