________________
૩૯૪
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ,
હાર ને ગજરા ધારણ કરે છે, તેની સુગંધના અભિમાનની આંધીમાં એમ માનતાં હશે, કે આ સર્વ શોભા અને સુગંધ મારા ચામડાથી વીંટાયેલા શરીરમાંથી બહાર આવતી હશે, તેવી શોભા અને સુગંધ માતા પિતા વગેરે કોઈના ચામડામાં નથી, એવા મિથ્યાભિમાનની આંધીમાં પડેલા બેભાન, અજ્ઞાન પ્રાણીને માટે ગર્ભવાસના તથા નરક નિગોદનાં અનંત દુઃખ તૈયાર છે; પણ એટલું તો સિદ્ધ છે કે સર્વ બગાડો પાપી માતાની ગેરસમજણના સ્વભાવનો અને કમભાગ્ય ઉપજનારા પાપી ગર્ભના વક્ર કર્મનો છે. હવે બીજા પક્ષમાં વિવેકી અને ધર્માત્મા તથા શિયળવ્રત ધારણ કરનારી સગર્ભા માતાઓનાં પુત્ર પુત્રીઓ જન્મી ઉછરે છે, તેઓની જન્મ ક્રિયા પણ તેવીજ છે, પણ માત્ર સ્વભાવની છાયા પડવામાં ફેર છે. તેવી માતાઓના સ્વભાવનું સ્તનપાન કરી, પુષ ઉંમરે પહોંચેલાં પુત્ર, પુત્રીઓ પણ, પોતપોતાનાં પુન્યના ઉદય મુજબ સર્વ વૈભવનો ઉપભોગ કરે છે, તેમ છતાં પોતાનાં માતા પિતા સાથે સદ્ વિનયથી વર્તી શકે છે. ગુરૂજનોમાં ભક્તિપરાયણ નીવડે છે. લજ્જા, દયા,' ક્ષમાદિ ગુણોમાં, અને પ્રભુપ્રાર્થનામાં આગળ વધે છે. અભિમાનથી વિમુખ રહી, મૈત્રી ભાવની સન્મુખ થાય છે. જીન્દગીમાં સાર્થક, યોગ્ય, સત્સંગ, કરી જ્ઞાન મેળવે છે, અને શરીર સંપત્તિ વિગેરેથી ઉદાસ રહી આત્મસ્મરણમાં જીન્દગી પૂર્ણ કરે છે; તેમજ સર્વ કોઈ વિવેકદૈષ્ટિવાળા સ્ત્રી પુરૂષોએ આ અશુચિથી પ્રાપ્ત થયેલા ગંદા શરીરની નીપજ ઉપર ધ્યાન રાખી મમતા ઘટાડવી જોઈએ, મિથ્યાભિમાનથી પાછા હઠવુંજોઈએ, મળેલી જીન્દગીને સાર્થક કરવા યોગ્ય કાર્ય કરવામાં ઉદ્યમ કરવો જોઈએ, જેથી કરીને ઉપર કહેલા ગર્ભવાસના દુઃખને આધિન થવું ન પડે.
ઇતિ ગર્ભ વિચાર સંપૂર્ણ