________________
ગર્ભવિચાર
૩૯૩ છે. તેમાં માતા તથા ગર્ભના પુન્યનું તથા આયુષ્યનું બળ હોય, તો સીધે રસ્તે જન્મ થઈ શકે છે. તે વખતે કેટલાક માથા તરફથી, તો કેટલાક પગ તરફથી જન્મે છે. પણ જો બંને ભારે કર્મી હોય તો, ગર્ભ આડો પડી જાય છે. તેથી બેઉ મરણ પામે છે, અથવા માતાના બચાવની ખાતર પાપી ગર્ભના જીવપર, ખેધ કરીને છરીના શસ્ત્રથી ખંડોખંડ કરી જીન્દગીપારની શિક્ષાએ પહોંચાડે છે. તેનો કોઈને સોગ, સંતાપ, થતો નથી. સીધે રસ્તે જન્મ લેનારાઓ સોના રૂપાના તાર જેવા છે. માતાનું શરીર જતરડો છે. જેમ સોની તાર ખેંચે, તેમ ગર્ભ ખેંચાઈ કોટી કષ્ટ બહાર આવે છે. અર્થાતુ નવમે મહિને કહેલી પીડાને ક્રોડ ગણી કરતાં જે દુઃખ થાય છે, તે દુઃખ જન્મ વખતે થાય છે, અને મરતી વખતે તે દુઃખને ક્રોડાકોડગણું કરતાં જે દુઃખ થાય છે; તે સર્વ દુઃખ બેહદ છે. તે સર્વ પોતાનાં કરેલાં પુન્ય પાપનાં ફળ છે, અને તે ઉદય કાળમાં ભોગવાય છે. એ સર્વ મોહનીય કર્મનો સંતાપ છે.
ઉપર મુજબ ગર્ભ કાળ, તથા ગર્ભસ્થાન અને ગર્ભમાં ઉપજનારા જીવની સ્થિતિનું વિવેચન એ સર્વ તંદુલ વિયાલીયા પઈન્નો તથા ભગવતીજી અને અન્ય ગ્રંથાંતરના ન્યાય મુજબ ગુરૂએ શિષ્યને ઉપદેશમાં કહી બતાવ્યું. છેવટમાં કહ્યું, કે જન્મવા પછી ભંગીયાણીનો દરજ્જો લઈ માતાએ ઘણી સંભાળથી ઉછેરી પુખ્ત ઉંમરનો કીધો છે. તે પ્રજાની આશામાં માતાનું જોબન લુંટાયું છે, વ્યાવહારિક સુખપર તિલાંજલિ કરી છે, તે સર્વને તથા ગર્ભવાસના અને જન્મવા વખતનાં દુઃખોને ભૂલી જઈ જોબન મદમાં છકેલાં પુત્ર - પુત્રીઓ, મહા ઉપકારી માતાને તિરસ્કારની દષ્ટિ વડે ધિક્કાર આપી, અનાદર કરે છે, વસ્ત્રાલંકારથી શોભિતાં બને છે. તેલ, ફુલેલ, ચુવા,- ચંદન, ચંપા, ચમેલી, અગર, તગર, અમર અને અત્તર વગેરેમાં ગરકાવ બની ફૂલ