________________
૩૯૨
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ
સન પુત્રીના આચાર, વિચાર; આહાર, વ્યવહાર વગેરે સર્વ
વખતે જાણે છે કે હું ઇંટની ભઠ્ઠીમાં ભરાઈ બળું છું. ઘંટીએ બેસતી વખતે જાણે છે કે હું કુંભારને ચાકડે ચઢયો છું. માતા ચત્તી સૂવે ત્યારે ગર્ભ જાણે છે કે મારી છાતી પર પર સવામણની શિલા પડી છે. કુશીલ સમયમાં ગર્ભને ઉખળ સમુળનો ન્યાય મળે છે. એવી રીતે માતા પિતાના કરેલા તથા ગર્ભસ્થાનથી મળેલા એવા બે જાતના દુઃખોથી પીડાયેલા, કુટાયેલા, ખંડાયેલા અને અશુચિથી તરબોળ થયેલા દુઃખી પ્રાણીની દયા શીયળવંતી ધર્માત્મા માતા પિતા વિના કોણ રાખી શકે ? અર્થાત્ પાપી સ્ત્રી પુરૂષોમાંથી કોઈ નહિ, ગર્ભનો જીવ, માતાને સુખે સુખી અને માતાને દુ:ખે દુ:ખી હોય છે. જેવા સ્વભાવવાળી માતા હોય તેવા સ્વભાવની છાયા ગર્ભમાં પડે છે. ગર્ભમાંથી બહાર આવ્યા પછી, તે માતાના સ્વભાવ મુજબ નીવડે છે. તે ઉપરથી માતા પિતાના ઉચ્ચ નીચ બિજકની તથા જશ અપજશ વગેરેની પરીક્ષા, પ્રજારૂપ ફોટોગ્રાફ ઉપરથી વિવેકી સ્ત્રી પુરૂષો કરી શકે છે, કેમકે તે ચિત્ર માતા પિતાની પ્રકૃતિને આધારે ચિત્રાયેલું છે. માતા ધર્મધ્યાનમાં, ઉપદેશ શ્રવણ કરવામાં તથા દાન પુન્ય કરવામાં અને ભલી ભાવના ભાવવામાં જોડાઈ હોય તો ગર્ભ પણ તેવા વિચારમાં હોય છે. તે વખતે ગર્ભનું મરણ થાય તો તે દેવલોકમાં જઈ શકે છે, તેમજ માતા આર્ત ને રૌદ્ર ધ્યાનમાં હોય તો ગર્ભ પણ આર્ટ, રૌદ્ર ધ્યાની હોય છે. તે વખતે ગર્ભનું મરણ થાય તો તે નરકમાં જાય છે. માતા મહા કપટમાં જોડાઈ હોય તે વખતે તે ગર્ભનું મરણ થાય તો તે તિર્યંચમાં જાય છે. માતા મહાદ્રિય અને પ્રપંચ વગરના વિચારમાં જોડાઈ હોય, તે વખતે ગર્ભ મરે તો તે મનુષ્યમાં જાય છે. એમ ગર્ભમાંથી ચારે ગતિમાં જઈ શકે છે. ગર્ભકાળ પૂરો થાય, ત્યારે માતા તથા ગર્ભની નાભીની વિંટાયેલી રસહરણી નાડી ઉખડી જાય છે. ત્યારે જન્મ થવાની તૈયારી થાય