________________
ગભવિચાર
૩૮૯
છે. તેમાં વધઘટ થવાથી શરીર, રોગને આધીન થાય છે.
નાડીનું વિવેચન - તે શરીરમાં યોગશાસ્ત્રને ન્યાયે બોંતેર હજાર નાડી છે. તેમાંથી નવસે નાડી મોટી છે. તેમાંથી નવ નાડી ધમણી ને મોટી છે. તેના થડકારા ઉપરથી રોગની તથા સચેત શરીરની પરીક્ષા થાય છે. તે બે પગની ઘુંટી નીચે બે, એક નાભીની, એક હૃદયની, એક તાળવાની, બે લમણાની અને બે હાથની, એ નવ, એ સર્વ નાડીઓની મૂળ રાજ્યધાની નાભી છે. તેની વિગત એ છે કે નાભીથી એકસો ને સાઠ નાડી, પેટ તથા હૃદય ઉપર પથરાઈને ઠેઠ ઊંચે મસ્તક સુધી પહોંચી છે. તેના બંધનથી મસ્તક સ્થિર રહે છે. તે નાડીઓ મસ્તકને નિયમ મુજબ રસ પહોંચાડે છે, તેથી મસ્તક સતેજ આરોગ્ય ને તર રહે છે. તે નાડીઓમાં નુકસાન હોય, ત્યારે આંખ, નાક, કાન, અને જીભ એ સર્વ કમજોર થાય છે, રોગીષ્ટ બને છે, શૂળ, ઝામર, વગેરે વ્યાધિઓનો પ્રકોપ થાય છે.
નાભીથી બીજી એકસો ને સાઠ નાડી નીચી ચાલે છે, તે પગનાં તળીયાં સુધી પહોંચી છે. તેના આકર્ષણથી ગમનાગમન કરવાનું, ઉભું રહેવાનું તથા બેસવાનું બને છે. તે નાડીઓ ત્યાં સુધી રસ પહોંચાડી આરોગ્ય રાખે છે ને નાડીમાં નુકસાન થવાથી સંધિવા, પક્ષઘાત, સાથળના ચસકા, કળતર, તોડ, ફાટ, માથાના ભેજાનો દુઃખાવો અને આધાશીશી, વગેરે રોગનો પ્રકોપ થાય છે.
નાભીથી ત્રીજી એકસો ને સાંઠ નાડી તીર્થી ચાલીને બે હાથની આંગળીઓ સુધી પહોંચી છે. તેટલો ભાગ તેનાથી મજબૂત રહે છે. તેને નુકશાન થવાથી પાસાશૂળ, પેટનાં અનેક દર્દી, મુખપાકનાં, દાંતનાં દર્દો વગેરે અનેક રોગનો પ્રકોપ થાય છે,
નાભીથી ચોથી એકસો ને સાંઠ નાડી નીચી મર્મસ્થાન ઉપર પથરાઈને, અપાન દ્વાર સુધી પહોંચી છે. તેની શક્તિ વડે બંધેજ