________________
૩૯૦
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
રહી શકે છે. તેને નુકશાન થવાથી લઘુનીત, વડીનીતની કબજીયાત અથવા અનિયમિત છૂટ થઈ પડે છે. તેમજ વાયુ, કૃમિપ્રકોપ, ઉદર વિકાર; હરસ, ચાંદી, પ્રમેહ, પવનરોધ, પાંડુરોગ, જળોદર, કઠોદર, ભગંદર, સંગ્રહણી વગેરેનો પ્રકોપ થાય છે. નાભીથી પચીસ નાડી ઉપડીને ઊંચી શ્લેષમ દ્વાર સુધી પહોંચી છે, તે શ્લેષ્મની ધાતુને પુષ્ટિ આપે છે. તેની નુકશાનીથી શ્લેષ્મ, પીનસનો રોગ થાય છે. તેમજ બીજી પચીસ નાડી તે તરફ આવીને પિત્ત ધાતુને પુષ્ટિ આપે છે, તેની નુકશાનીથી પિત્તનો પ્રકોપ અને જ્વરાદિક રોગ થાય છે, તેમજ ત્રીજી દશ નાડી વીર્ય ધારણ કરનારી છે, તે વીર્યને પુષ્ટિ આપે છે. તેમાં નુકશાન થવાથી સ્વપ્ર ધાતુ, મુખલાળ, ખરાબ પેશાબ વગેરેથી નબળાઈમાં વધારો થાય છે. એ સર્વે મળીને સાતસો નાડી રસ ખેંચી પુષ્ટિ આપે છે અને તે શરીરને ટકાવી રાખનારી છે. તે નિયમિત રીતે ચાલવાથી નિરોગ અને નિયમભંગ થવાથી રોગ થાય છે. તે સિવાયની બસો નાડી ગુપ્ત ને જાહેર રીતે શરીરનું પોષણ કરે છે, તેથી નવસો નાડી કહેવાય છે.
ઉપરની રીતે નવમા માસની હદ સુધીમાં સર્વ અવયવ સાથે શરીર મજબૂત થઈ જાય છે. જ્યારથી ગર્ભનું બીજક રોપાયાની ખબર પડે, ત્યારથી જે સ્ત્રી બ્રહ્મચારિણી રહે છે તેનો ગર્ભ ઘણો ભાગ્યશાળી, મજબૂત બાંધાનો, તથા બળીયાવર અને સ્વરૂપવાન્ થાય છે, ન્યાય નીતિવાળો અને ધર્મી નીવડે છે, તે ઉભયના કૂળનો ઉદ્ધાર કરી, માતા પિતાને યશ આપે છે, અને પાંચે ઇંદ્રિયો ચોખી પામે છે. જે સ્ત્રી ગર્ભ રહ્યો જાણે છે, તેમ છતાં જન્મવાના છેલ્લા દિવસ સુધી, નિર્દયબુદ્ધિ રાખી કુશીલ સેવ્યાં કરે, તેમાં જો પુત્રી ગર્ભમાં હોય તો, તેનાં માતાપિતા દુષ્ટમાં દુષ્ટ, પાપીમાં પાપી, રૌ રૌ નકના અધિકારી થાય છે, તેમજ તેનો ગર્ભ મરણ પામે છે; તેમ છતાં જીવતો રહે તો કાણા,