________________
૩૮૮
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
બોંતેર કોઠા છે, તેમાં પાંચ કોઠા મોટા છે. તેમાંથી શિયાળામાં બે કોઠા આહારના એક કોઠો પાણીનો, ઉનાળામાં બે કોઠા પાણીના એક કોઠો આહારનો, ચોમાસામાં બે કોઠા આહારના અને બે કોઠા પાણીના કહેવાય છે, એક કોઠો સદાકાળ ખાલી રહે છે. સ્ત્રીને એક છઠ્ઠો કોઠો વધારે છે. તેમાં ગર્ભ રહે છે. પુરૂષને બે કાન, બે ચક્ષુ, બે નાસિકા, મુખ, લઘુનીત અને વડીનીત એ નવ દ્વાર અપવિત્ર અને સદાકાળ વહેતાં રહે છે. સ્ત્રીને બે થાન અને ગર્ભ દ્વાર એ ત્રણ મળીને બાર દ્વાર સદાકાળ વહેતાં રહે છે. તે શરીરમાં અઢાર પૃષ્ટદંડક નામની પાંસળીઓ છે. તે વાંસની કરોડ સાથે જોડાયેલી છે. તે સિવાય બે પાંસાની બાર કડક પાંસળીઓ છે, તે ઉપર સાત પડ ચામડીનાં મઢાયેલાં છે, છાતીના પડદામાં બે કાળજાં છે, તેમાં એક પડદા સાથે જડાયેલોને બીજો કાંઈક લટકતો છે. પેટના પડદામાં બે અંતસ (નળ) કહ્યા છે, તેમાં પહેલો સ્થૂળ છે, તે મળસ્થાન અને બીજો સૂક્ષ્મ છે, તે લઘુનીત સ્થાન કહેવાય છે. વળી બે પ્રણવસ્થાન એટલે ભોજન પાન પ્રગમવાની જગા છે. દક્ષિણ (જમણે પાસે) પ્રગમે તો દુ:ખ ઉપજે છે, વામ (ડાબે પાસે) પ્રગમે તો સુખ ઉપજે છે. સોળ આંતરા છે. ચાર આંગળની ગ્રીવા (ડોક) છે. ચાર પળની જીભ છે. બે પળની આંખો છે. ચાર પળનુ મસ્તક છે. નવ આંગળની જીભ છે, બીજે મતે સાત આંગળની કહેવાય છે. આઠ પળનું હૃદય છે. પચીસ પળનું કાળજું છે. (હવે સાત ધાતુનાં પ્રમાણ - માપ) તે શરીરમાં એક આઢો રૂધીરનો અને અડધો આઢો માંસનો હોય છે. એક પાથો માથાનો ભેજો, એક આઢો લઘુનીત, એક પાથો વડીનીતનો છે. કફ, પિત્ત, ને શ્લેષ્મ એ ત્રણનો એકેકો કલવ અને અર્ધો કલવ વીર્યનો હોય છે. એ સર્વને મૂળ ધાતુ કહેવાય છે. એ ધાતુ ઉપર શરીરનો ટકાવ છે. એ સાતે ધાતુ પોતાના વજન પ્રમાણે રહે ત્યાં સુધી શરીર નિરોગી અને પ્રકાશ વાળું રહે