________________
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ
પાપતત્ત્વ અશુભ કરણીએ કરી, અશુભ કર્મના ઉદયે કરી, જેનાં ફળ આત્માને ભોગવતાં કડવા લાગે તેને પાપતત્ત્વ કહીએ.
અઢાર પ્રકારે પાપ ઉપરાજે તે કહે છે. ૧ પ્રાણાતિપાત, ૨ મૃષાવાદ, ૩ અદત્તાદાન, ૪ મૈથુન, ૫ પરિગ્રહ, ૬ ક્રોધ, ૭ માન, ૮ માયા, ૯ લોભ, ૧૦ રાગ, ૧૧ દ્વેષ, ૧૨ કલહ, ૧૩ અભ્યાખ્યાન, ૧૪ પૈશુન્ય, ૧૫ પર પરિવાદ, ૧૬ રતિ અરતિ, ૧૭ માયામોસો, ૧૮ મિચ્છાદંસણસલ્લ, એ અઢાર પ્રકારે પાપ ઉપરાજે. તે વાશી પ્રકારે ભોગવે. તે નીચે મુજબ
૧ મતિજ્ઞાનાવરણીય-પાંચ ઈન્દ્રિય તથા મનોદ્વારાએ જે નિયત વસ્તુનું જ્ઞાન થાય એવા મતિજ્ઞાનનું આચ્છાદન, એટલે બુદ્ધિ નિર્મળ ન હોય. ૨ શ્રુતજ્ઞાનાવરણીય - શ્રુતજ્ઞાન પામે નહિ, ૩ અવધિજ્ઞાનાવરણીય - ઈદ્રિયાદિકની અપેક્ષા વિના આત્મદ્રવ્ય દ્રારા સાક્ષાત્ રૂપી દ્રવ્યને જણાવનારૂં જે જ્ઞાન તે પામે નહિ. ૪ મન:પર્યવજ્ઞાનાવરણીય-સંજ્ઞી પંચેદ્રિયના મનોગત ભાવ જણાવનારૂં જ્ઞાન પામે નહિ. ૫ કેવળજ્ઞાનાવરણીય - પૂર્વોક્ત ચાર જ્ઞાન રહિત જે એકલું નિરાવરણ જ્ઞાન હોય એવા કેવળજ્ઞાનનું આચ્છાદન એટલે કેવળજ્ઞાન પામે નહિ. ૬ દાનાંતરાય છતી શક્તિ દાન આપી શકે નહિ. ૭ લાભાંતરાય - લાભ મેળવી શકે નહિ. ૮ ભોગાંતરાય - ભોગ ભોગવી શકે નહિ. ૯ ઉપભોગાંતરાય - વારંવાર ભોગવવાની વસ્તુ ભોગવી શકે નહિ. ૧૦ વીયતરાય - પોતાનું બળ ફોરવી શકાય નહિ. ૧૧ નિંદ્રા - સુખેથી જાગૃત થાય તેવી ઉંઘ. ૧૨ નિદ્રા નિંદ્રા - દુઃખથી જાગૃત થાય તેવી ઉંઘ, ૧૩ પ્રચલા - ઉઠતા બેસતાં નિંદ્રા આવ્યા કરે. ૧૪ પ્રચલા – પ્રચલા-હરતા ફરતા નિંદ્રા આવે. ૧૫