________________
નવ તત્ત્વ
૧૯
સંઘયણ. ૧૭ સમચઉરસસંઠાણ-પલાઠી વાળી બેસતાં ચારે બાજુ સરખી આકૃતિ થાય અને પોતાના અંગુલ પ્રમાણે ૧૦૮ અંગુલ પ્રમાણ શરીર ભરાય તે. ૧૮ શુભ વર્ણ. ૧૯ શુભ ગંધ. ૨૦ શુભરસ. ૨૧ શુભ સ્પર્શ. ૨૨ અગુરૂ લઘુ નામ-મધ્યમ વજનદાર શરીરની પ્રાપ્તિ થાય એટલે લોઢાની પેઠે અતિ ભારે નહિ અને કપાસની પેઠે અતિ હલકું નહિ અને મધ્યમ પરિણામી હોય. ૨૩ પરાઘાત નામ બીજા બળવાન જે અતિ દુઃસહનીય છતાં પોતે ગમે તેવા બળીઆને જીતવા સમર્થ થાય એવા બળની પ્રાપ્તિ થાય તે. ૨૪ ઉચ્છવાસ નામ - સુખેથી શ્વાસોચ્છવાસ લઈ શકાય. ૨૫ સૂર્યના બિંબની પેઠે પરને તાપ ઉત્પન્ન કરવાના હેતુરૂપ તેજયુક્ત શરીરની પ્રાપ્તિ થાય. ૨૬ ઉદ્યોત નામ ચંદ્રબિંબની માફક શીતળ પ્રકાશ આપે છે. ૨૭ શુભ ચાલવાની ગતિ. ૨૮ નિર્માણ નામ-પોતાના અંગના સર્વ અવયવો યોગ્ય સ્થળે ગોઠવી શકે તે, ૨૯ ત્રસનામ. ૩૦ બાદર નામ. ૩૧ પર્યાપ્તા નામ. ૩૨ પ્રત્યેક નામ. ૩૩ સ્થિર નામ. ૩૪ શુભ નામ. ૩૫ સૌભાગ્ય નામ. ૩૬ સુસ્વર નામ. ૩૭ આદેય નામ. ૩૮ જશોકીર્તિ નામ. ૩૯ દેવતાનું આઉખું. ૪૦ મનુષ્યનું આઉખું. ૪૧ તિર્યંચનું આઉખું. જુગલવત્ ૪૨ તિર્થંકર નામ કર્મ; એમ બેંતાલીસ ભેદ પુણ્યના જાણવા. ઇતિ પુણ્યતત્ત્વ.
આતાપ નામ
(પુણ્ય તત્ત્વની ૪૨ પ્રકૃતિ કર્મનાં ક્રમ પ્રમાણે : વેદનીય-૧ (શાતાવેદનીય), આયુષ્ય-૩ (દેવ, મનુષ્ય, તિર્યંચ), નામ-૩૭ (દેવ, મનુ. ગતિ, પંચે. જાતિ, ૫ શરીર, ૩ અંગોપાંગ, વજ્ર. સંઘયણ, સમચ. સંઠાણ, શુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, વિહાયગતિ, દેવાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, ૭ પ્રત્યેક પ્રકૃતિ (અગુરૂલઘુ, પરાઘાત, ઉચ્છવાસ, આતાપ, ઉદ્યોત, તિર્થંકર, નિર્માણનામ), ત્રસનો દશકો (૧૦), ગોત્ર-૧ (ઊંચગોત્ર). કુલ ૧ + ૩ + ૩૭ + ૧ = ૪૨)
-
-
-