SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૩ પુણ્યતત્ત્વ | શુભ કમાણીએ કરી, શુભ કર્મના ઉદયે કરી, જેનાં ફળ આત્માને ભોગવતાં મીઠાં લાગે તેને પુણ્યતત્ત્વ કહીએ. નવ ભેદ પુણ્ય ઉપરાજે તે કહે છે. ૧ અન્નપુરા, ૨, પાણપુત્રે, ૩ લયણપુત્રે, ૪ સયણપુર, ૫ વત્થપુ, ૬ મનપુa, ૭ વચનપુત્ર, ૮ કાયપુ, ૯ નમસ્કાર પુત્રે, એ નવા ભેદે પુણ્ય ઉપરાજે તેનાં શુભ ફળ ૪ર ભેદ ભોગવે તે કહે છે. ૧ શાતા વેદનીય-શાતાનો અનુભવ કરાવે. ૨ ઉંચ ગોત્ર ૩ મનુષ્ય ગતિ. ૪ મનુષ્યાનુપૂર્વી-મનુષ્યની ગતિમાં દોરી જનાર કર્મ, ૫ દેવતાની ગતિ, ૬ દેવાનુપૂર્વી-દેવતાની ગતિમાં દોરી જનાર કર્મ, ૭ પંચેંદ્રિયની જાતિ. ૮ ઔદારિક શરીર-દારિક શરીરને યોગ્ય પુદગળ ગ્રહણ કરીને તથા તેને શરીરપણે પરિણમાવીને જીવ પોતાના પ્રદેશની સાથે મેળવે તે મનુષ્ય તિર્યંચનું શરીર. ૯ વૈક્રિય શરીર-બે પ્રકારનું છે. ૧ ઔપપાતિક તે દેવતા તથા નારકીને હોય. ૨ લબ્ધિ પ્રત્યયી તે તિર્યંચ તથા મનુષ્ય લબ્ધિવંતને હોય છે. ૧૦ આહારક શરીર-ચૌદપૂર્વધારી મુનિરાજ તિર્થંકરની ઋદ્ધિ પ્રમુખ જોવાને અર્થે એક હાથ પ્રમાણ દેહ કરે છે તે. ૧૧ તૈજસશરીર-આહારનું પાચન કરનાર તથા તેજુલેશ્યાનો હેતુ આ સર્વ સંસારી જીવને હોય છે. ૧૨ કાર્પણ શરીર-કર્મનાં પરમાણુ આત્મપ્રદેશની સાથે મળ્યાં છે તે જ જાણવું. આ શરીર પણ સંસારી સર્વ જીવને હોય છે. ૧૩ ઔદારકનાં અંગ ઉપાંગ-ઔદરિક શરીરના સઘળા અવયવો પામવાં. વૈક્રિયનાં અંગ ઉપાંગ - ૧૫ આહારકના અંગ ઉપાંગ ૧૬ વજઋષભનારાચસંઘયણ-લોઢાના જેવું ઘણું જ મજબૂત ૪. ઔપપાતિક = મૂળ શરીર (ઉત્પન્ન થતાં જ પ્રાપ્ત થાય છે.) ૧ સ્થાનક આદિ. ૨ શઠા, પાટ, પાટલા આદિ ૩ વસ્ત્ર.
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy