________________
નવ તત્ત્વ
૧૭
૨૦ ગુણથકી વર્તના લક્ષણ; એ વિશ અને ઉપર જે અરૂપી અજીવના દશ ભેદ કહ્યા તે મળી કુલ ૩૦ ભેદ અરૂપી અજીવના જણવા.
પ૩૦ ભેદ રૂપી અજીવના કહે છે તેમાં વર્ણ ૧-૧ કાળો, ૨ નીલો, ૩ રાતો, ૪ પીળો, ૫ ધોળો, એકેકા વર્ણમાં વીશ વિશ ભેદ લાભે, તે ૨ ગંધ, પ રસ, પ સંડાણ", ૮ સ્પર્શ એ મળી વશ ને પાંચમાં થઈને સો થયા.
બે ગંધ-૧ સુરભિ ગંધ; ૨ દુરભિ ગંધ, એકેકા ગંધમાંથી ત્રેવીશ ત્રેવશ ભેદ લાભે. ૫ વર્ણ, ૫ રસ, ૫ સંઠાણ, ૮ સ્પર્શ એ ત્રેવશ બન્નેમાં મળી છેંતાલીશ ભેદ જાણવા.
પાંચ રસ-૧ તીખો, ૨ કડવો, ૩ કસાયલો, ૪ ખાટો, ૫ મીઠો, એકેકા રસમાં વીશ વશ ભેદ લાભ, ૫ વર્ણ, ૨ ગંધ ૫ iઠાણ, ૮ સ્પર્શ; એ મળી વીશ ને પાંચમાં થઈ સો થયા.
પાંચ સંઠાણ-૧ પરિમંડળ સંઠાણ, ચૂડીના આકારે), ૨ વટ્ટ iઠાણ, (વર્તુળ લાડવા જેવું), ૩ ત્રેસ, (ત્રિકોણ), ૪ ચરિંસ, (ચોરસ), ૫ આયત સંઠાણ (લાકડી જેવું) એ પાંચ. એકેકા iઠાણમાં વીશ વીશ ભેદ લાભે. ૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ, ૮ સ્પર્શ એ મળી વીશ ને પાંચમાં થઈને સો થયા.
આઠ સ્પર્શ-૧ ખરખરો, ૨ સુંવાળો, ૩ ભારે, ૪ હળવો, ૫ ટાઢો, ૬ ઉન્હો, ૭ ચોપડયો, ૮ લૂખો, એ આઠ એકેકા સ્પર્શમાં ત્રેવશ ત્રેવશ ભેદ લાભે. ૫ વર્ણ, ૨ ગંધ, પ રસ, ૫ સંઠાણ, ૬ સ્પર્શ એ ત્રેવીશ ભેદ લાભે. ખરખરામાં ખરખરોને સુંવાળો બે વર્જવા. એમ બન્ને સ્પર્શ વર્જવા. એમ ત્રેવીશને આડે ગુણતાં ૧૮૪ થયા. એ સર્વે મળીને પ૩૦ ભેદ રૂપી અજીવના કહ્યા. એમ સઘળા મળીને કુલ ૫૬૦ ભેદ અજીવના જાણવા. ઇતિ અજીવતત્ત્વ.
૧. સંડાણ = આકાર છુ-૨