________________
૧૬
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
અનંત, ૧૭ ક્ષેત્રથકી અઢીદ્વીપ પ્રમાણે ૧૮ કાળથકી અનાદિ અનંત, ૧૯ ભાવથકી અવર્ણો, અગંધે, અરસે અફાસે, અમૂર્તિ,
અનુમાન થઈ શકે નહિ. તેને સર્વ લઘુકાળરૂપ સમય કહે છે. એવા અસંખ્યાત સમયને આવલિકા કહે છે. એવી બસોને છપ્પન આવલિકાનો એક ક્ષુલ્લક ભવ હોય છે. એ કરતાં બીજા કોઈ પણ નાના ભવની કલ્પના થઈ શકે નહિ.એવા કાંઈક અધિક સત્તર ક્ષુલ્લક ભવમાં એક શ્વાસોશ્વાસરૂપ પ્રાણની ઉત્પત્તિ હોય છે. એવા સાત પ્રાણોત્પત્તિ કાળને એક સ્તોક કહે છે. એવા સાત સ્તોક સમયે એક લવ થાય છે, સત્યોતેર લવે બે ઘડીરૂપ એક મુહૂર્ત થાય છે.
ત્રીશ મુહૂર્તે એક અહોરાત્રરૂપ દિવસ થાય છે, પંદર અહોરાત્રિએ પખવાડિયું થાય છે, બે પખવાડિયે એક મહિનો થાય છે, બાર મહિને એક વર્ષ થાય છે, તેમજ અસંખ્યાતા વર્ષે એક પલ્યોપમ થાય. તેવા દશ ક્રોડાક્રોડી પલ્યોપમે ૧ સાગરોપમ થાય. તેવા દશ ક્રોડાક્રોડી સાગરોપમે ૧ ઉત્સર્પિણી અને બીજા દશ ક્રોડાક્રોડી સાગરોપમે ૧ અવસર્પિણી થાય. એ બે મળી વીશ ક્રોડાક્રોડી સાગરોપમે એક કાળચક્ર થાય, એવા અનંત કાળ ચક્ર એક પુદ્ગલ પરાવર્તન થાય. એ સર્વ મનુષ્ય લોકમાં વ્યવહારથી કાળ જાણવો.
પૂર્વોક્ત જે કાળના ભેદ કહ્યાં, તેથી વળી બીજા પણ કાળના ભેદ ઘણા છે. જેમકે બે માસે એક ઋતુ થાય છે. ત્રણ ઋતુએ એક અયન, બે અયને એક વર્ષ, પાંચ વર્ષે એક યુગ, ચોરાશી લાખ વર્ષે એક પૂર્વાંગ, તે એક પૂર્વાંગને ચોરાશી લાખે ગુણતાં એક પૂર્વ થાય છે. ૧ પૂર્વે ૭૦, ૫૬૦ અબજ વર્ષ. વ્યવહાર કાળ તો અઢી દ્વીપનાં ચંદ્ર સૂર્ય ચાલે છે. તેથી સમય, ઘડી, પ્રહર યાવત સાગરોપમ સુધી ગણાય છે. અઢીદ્વીપની બહાર ચંદ્ર, સૂર્ય સ્થિર છે. તેથી ત્યાં રાત્રિ, દિન વિ. કંઈ નથી. નરક અને દેવલોકમાં પણ રાત-દિવસ નથી. માટે અઢીદ્વીપની બહાર સર્વ સ્થળે કાળનું પરિમાણ નથી. છતાં અઢીદ્વીપનાં કાળની ગણતરી પ્રમાણે જીવ વિ.ની દરેક જગ્યાએ સ્થિતિ બતાવી છે.
1