________________
નવ તત્વ
૧૫ પ્રમાણે. ૩ કાળથકી અનાદિ અનંત, ૪ ભાવથકી અવર્ણ, અગંધ, અરસે, અફાસે, અમૂર્તિ, ૫ ગુણથકી ચલણસહાય. અધર્માસ્તિ કાય ૬ દ્રવ્યથકી એક. ૭ ક્ષેત્રથકી આખા લોક પ્રમાણે. - ૮ કાળથકી અનાદિઅનંત, ૯ ભાવથકી અવર્ષે અગંધે અરસે
અફાસે, અમૂર્તિ, ૧૦ ગુણ થકી સ્થિર સહાય, આકાશાસ્તિકાય ૧૧ દ્રવ્યથકી એક, ૧૨ ક્ષેત્રથકી લોકાલોક પ્રમાણે, ૧૩ કાળથકી અનાદિ અનંત ૧૪ ભાવથકી અવર્ષે, અગધે, અરસે, અફાસે અમૂર્તિ, ૧૫ ગુણથકી અવગાહનાદાન, કાળ ૧૬ દ્રવ્યથકી જ્યોતિ તથા છાયા અને સૂર્ય પ્રમુખનો આતાપ, વર્ણ ગંધ, રસ, સ્પર્શ એવા ગુણોવાળો હોય અને જે ચૌદ રાજલોકમાં વ્યાપક, સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશી તથા અનંત પ્રદેશનો પૂરણ, ગલન સ્વભાવવાન એવો અખંડ પુદ્ગલાસ્તિકાયરૂપ અંધ. તે સ્કંધનો એક ભાગ અથવા કાંઈપણ ન્યૂન ભાગરૂપ દેશ તથા જે કેવલીની બુદ્ધિએ પણ એક ભાગના બે ભાગ થઈ શકે નહિ એવો અતિ સૂક્ષ્મ સ્કંધનો અભિન્ન ભાગ નિર્વિભાજ્યરૂપ તે પ્રદેશ. તેની જ જ્યારે અંધથી ભિન્ન કલ્પના થાય ત્યારે તે પરમાણુ કહેવાય છે. એ પુદ્ગલોનું નિશ્ચયપણે લક્ષણ છે.
કાળદ્રવ્યના ભેદ દર્શાવે છે. એક ક્રોડ સડસઠ લાખ; સત્યોતેર હજાર, બસે અને સોલ ઉપર એટલી આવલિકા એક મૂહૂર્તમાં થાય છે. એનો ભાવાર્થ કહે છે - આંખના એક ફુરણમાં અથવા એક ચપટી વગાડવામાં યા જીર્ણ વસ્ત્ર ફાડવાના વખતે એક તંતુથી બીજો તંતુએ જાય તથા કમળના પાંદડાના સમૂહને યુવાન પુરૂષ ભાલા વડે વીંધતા એક પાંદડાથી બીજે પાંદડે ભાલું પહોંચે, એટલા વખતમાં અસંખ્યાતા સમય થઈ જાય, એટલે વસ્ત્ર અથવા પત્ર ફાડવાના આરંભમાં સૂક્ષ્માત સૂક્ષ્મ ક્ષણરૂપ જે કાળ હોય છે, જેના વિભાગ થઈ શકે નહિ, જેનો ભૂત અને ભવિષ્ય વિષે વિચાર થાય નહિ, એટલે વસ્ત્ર અથવા પત્ર ફાડતાં પ્રથમ વર્તમાન કાળરૂપ અતિ સૂક્ષ્મ કાળનું ઉલ્લંઘન થઈને તે કયારે ભૂતકાળ થયો ? ક્યો વર્તમાન કાળ છે ? અને કયો ભવિષ્યકાળ થવા યોગ્ય છે ? તેનું