________________
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
અજીવના ચાર ભેદ કહે છે. ૧૧ પુદ્ગલસ્તિકાયનો સ્કંધ, ૧૨ દેશ, ૧૩ પ્રદેશ, ૧૪ પરમાણુપુદ્ગલ એ મળી ૧૪ ભેદ કહ્યાં.
(ભગ. શતક ૨. ઉ. ૧૦)
વ્યવહાર વિસ્તાર નયે કરી ૫૬૦ ભેદ
૧૪
*
*
અજીવ તત્ત્વના કહે છે.
ધર્માસ્તિકાય-૧ દ્રવ્યથકી એક, ૨ ક્ષેત્રથકી આખા લોક નિર્વિભાજ્ય અવિભાજ્ય હોય તે પ્રદેશ કહેવાય છે. અખંડ દ્રવ્યરૂપ આખા પદાર્થને અથવા અનંતાદિ પરમાણુના મળેલા સમૂહને સંધ કહે છે. સ્કંધનો કેટલો એક ભાગ જેનો સ્કંધની સાથે સંબંધ હોય તેને દેશ કહે છે. જેનો સ્કંધની સાથે નિર્વિભાજ્ય કલ્પના કરી છતાં સ્કંધની સાથે અભિન્ન સંબંધ હોય તેને પ્રદેશ કહે છે અને તે જ પ્રદેશ જો સ્કંધથી ભિન્ન થાય એવો નિર્વિભાજ્ય ભાગ એટલે જેના કેવળીની બુદ્ધિએ એક ભાગના બે ભાગ થઈ શકે નહિ તેને પરમાણુ કહે છે.* ચાર દ્રવ્યોની દષ્ટાંતથી સમજણ
જેમ માછલાને ગતિ કરતાં પાણીનો આધાર અને પાંગળાને લાકડીનો આધાર તેમ જીવ પુદ્ગળને ગતિ પરિણમ્યાને ધર્માસ્તિકાયનો આધાર. ૨ જેમ ઉષ્ણકાળે તૃષાએ પીડિત પંખીને વૃક્ષની છાયાનો આધાર તેમ સ્થિત પરિણમ્યા જીવ પુગળને અધર્માસ્તિકાયનો આધાર. ૩ જેમ ઓરડામાં એક દીવાની જ્યોતિના પરમાણુ સમાય છે અને હજાર દીવાની પ્રભા પણ સમાય. અથવા ભીંતમાં ખીલો પેસે તેનું કારણ આકાશની અવગાહના દાન શક્તિ છે. (૪) જેમ કોઈક બાળક જન્મ્યો હોય, તે બાલ્યાવસ્થાવાળો થાય, પછી યુવાન થાય, પછી વૃદ્ધ થાય, જો કે જીવતો સદાય સરખો છે, પણ બાળ, યુવાન તથા વૃદ્ધનો કરનાર કાળ છે.
પુદ્ગલદ્રવ્યનું ઔપાધિક લક્ષણ કહે છે.
ચિત્ત. અચિત્ત. અને મિશ્ર એ ત્રણ પ્રકારમાં ગમે તે પ્રકારનો શબ્દ. અંધકાર તથા રત્ન પ્રમુખનો પ્રકાશ તથા ચંદ્રમા પ્રમુખની