________________
નવ તત્ત્વ
૧૩
તે એક અથવા અધિક દર્શન જેમાં હોય તથા ચારિત્ર તે સામાયિક, છેદાપસ્થાપનીય, પરિહારવિશુદ્ધ, સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત, દેશવિરતિ તથા અવિરતિ, એ સાત પ્રકારના હિંસાદિક અશુભ પરિણામથી નિવૃત્તિ તથા વ્યવહારથી ક્રિયાનિરોધરૂપ ચારિત્રમાંનું ગમે તે એક અથવા અધિક ચારિત્ર હોય તથા તપ બે પ્રકારનું કહ્યું છે, એક દ્રવ્યથી, એના બાર ભેદ છે, તેના નામ નિર્જરા તત્ત્વમાં કહેવાશે, બીજું ઈચ્છાનિરોધરૂપ ભાવથી, એમાંનું ગમે તે એક અથવા અધિક તપ જેમાં હોય, તેમજ કરણ તથા લબ્ધિરૂપ અથવા બળ પરાક્રમરૂપ એ બે પ્રકારનાં વર્તમાનું ગમે તે એક અથવા વધારે જેમાં હોય તથા ઉપયોગ તે પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન તથા ચાર દર્શન એ બાર પ્રકારના સાકાર તથા નિરાકારરૂપ ઉપયોગમાંનો ગમે તે એક અથવા વધારે ઉપયોગ જેમાં હોય, તેને સંસારી અથવા સિદ્ધ જીવ કહીએ. એ ગુણ જીવ વિના બીજા કોઈમાં હોય નહિ. એ પ્રકારે જીવનું લક્ષણ જાણવું. ઈતિ જીવતત્ત્વ.
રે અજીવ તત્ત્વ જડ લક્ષણ ચૈતન્ય રહિત હોય તેને અજીવ તત્ત્વ કહીએ.
હવે અજીવતત્ત્વના ચૌદ ભેદ કહે છે ૧ ધર્માસ્તિકાયનો સ્કંધ, ૨ દેશ, ૩ પ્રદેશ, ૪ અધર્માસ્તિકાયનો સ્કંધ, ૫ દેશ, ૬ પ્રદેશ, ૭ આકાશાસ્તિકાયનો સ્કંધ, ૮ દેશ, ૯ પ્રદેશ, ૧૦ અદ્ધાસમયકાળ, એ દશ ભેદ અરૂપી અજીવના કહ્યા. રૂપી
સ્કંધ દેશ-પ્રદેશની સમજણ. * પ્રદેશના સમૂહને અસ્તિકાય કહે છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય લોકવ્યાપક અને આકાશાસ્તિકાય લોકાલોક વ્યાપક છે. એ ત્રણે સંપૂર્ણ દ્રવ્યોને સ્કંધ કહેવાય છે. તેથી કાંઈક ઓછો હોય અથવા સકળ પ્રદેશાનુગત સામાન્ય પરિણામની પેરે અવયવ ધર્માસ્તિકાય આદિના જે બુદ્ધિ પરિકલ્પિતાદિ પ્રકૃષ્ટ દેશ, અને અતિ