________________
૧૨
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ પાંચમી નરકનો પિંડ-એક લાખ અઢાર હજાર જોજનનો છે. તેમાંથી એક હજાર જોજનનો દળ ઉપર મૂકીએ ને એક હજાર જોજનનો દળ નીચે મૂકીએ, તે વચ્ચે એક લાખ સોળ હજાર જોજનની પોલાણ છે. તે પોલાણમાં ૫ પાથડા છે ને ૪ આંતરા છે તેમાં ત્રણ લાખ નરકવાસા છે. અસંખ્યાતી કંભીઓ છે અને અસંખ્યાતા નારકી છે. તેની નીચે ઉપર કહેલા ચાર બોલે છે. તેની નીચે છઠ્ઠી નરક છે. - છઠ્ઠી નરકનો પિંડ-એક લાખ સોળ હજાર જોજનનો છે તેમાંથી એક હજાર જોજનનો દળ ઉપર મૂકીએ ને એક હજાર જોજનનો દળ નીચે મૂકીએ તે વચ્ચે એક લાખ ચૌદ હજાર જોજનની પલાણ છે. તે પલાણમાં ૩ પાથડા છે ને ૨ આંતરાં છે. તેમાં એક લાખમાં પાંચ ઓછા નરકાવાસા છે. અસંખ્યાતી કુંભીઓ છે અને અસંખ્યાતા નારકી છે. તે નીચે ઉપર કહેલા ચાર બોલ છે. તેની નીચે સાતમી નરક છે.
સાતમી નરકનો પિંડ-એક લાખ આઠ હજાર જોજનનો છે તેમાંથી સાડી બાવન હજાર જોજનનો દળ ઉપર મૂકીએ ને સાડી બાવન હજાર એજનનો દળ નીચે મૂકીએ તે વચ્ચે ત્રણ હજાર જોજનની પોલાણ છે. તે પોલાણમાં પાંચ નરકાવાસા છે. અસંખ્યાતી કુંભીઓ છે ને અસંખ્યાતા નારકી છે. તે નીચે ઉપર કહેલા ચાર બોલે છે. તેની નીચે અનંતો અલોક છે એ નારકીનો વિસ્તાર સંપૂર્ણ થયો.
જીવનું લક્ષણ કહે છે. જ્ઞાન તે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન તથા કેવલજ્ઞાન એ પાંચ જ્ઞાન સમ્યક્ત આશ્રયીને કહ્યા છે. એની સાથે મતિઅજ્ઞાન, ઋતઅજ્ઞાન તથા વિર્ભાગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન મિથ્યાત્વાશ્રયી છે, તે લેતાં આઠની સંખ્યા થાય છે. એમાનું ગમે તે એક અથવા અધિક જ્ઞાન અથવા અજ્ઞાન જેમાં હોય વળી દર્શને તે ચક્ષુ, અચલ્સ, અવધિ તથા કેવળ, એ ચાર પ્રકારના દર્શનમાંનું ગમે