________________
નવ તત્ત્વ
૧૧
છે. તેની નીચે ચાર બોલ છે. (૧) ૨૦૦૦0 જોજનનો ઘનોદધિ` છે, (૨) અસંખ્યાતા જોજનનો ઘનવારે છે. (૩) અસંખ્યાતા જોજનનો તનવા છે, (૪) અસંખ્યાતા જોજનનો આકાશ છે. એ ચાર બોલ થયા. તેની નીચે બીજી નરક છે.
૩
બીજી નરકનો પિંડ-એક લાખ બત્રીશ હજા૨ જોજનનો છે તેમાંથી એક હજાર જોજનનો દળ ઉપર મૂકીએ ને એક હજાર જોજનનો દળ નીચે મૂકીએ તે વચ્ચે એક લાખ ત્રીશ હજાર જોજનની પોલાણ છે તે પોલાણમાં ૧૧ પાથડા ને ૧૦ આંતરાં છે; તે મધ્યે પચીશ લાખ નરકાવાસા છે. અસંખ્યાતી નારીને ઉપજવાની કુંભીઓ છે અને અસંખ્યાતા નારકી છે તે નીચે પહેલી નરકમાં કહ્યા તે જ ચાર બોલ છે, તેની નીચે ત્રીજી નરક છે.
ત્રીજી નરકનો પિંડ-એક લાખ અઠાવીસ હજાર જોજનનો છે. તેમાંથી એક હજાર જોજનનો દળ ઉપર મૂકીએ ને એક હજાર જોજનનો દળ નીચે મૂકીએ તે વચ્ચે એક લાખ છવ્વીશ હજાર જોજનની પોલાણ છે તે પોલાણમાં ૯ પાથડા છે ને ૮ આંતરા છે તે મધ્યે પંદર લાખ નરકાવાસા છે, નારકીને ઉપજવાની અસંખ્યાતી કુંભીઓ છે અને અસંખ્યાતા નારકી છે તે નીચે ઉપર કહેલા ચાર બોલ છે, તેની નીચે ચોથી નરક છે.
ચોથી નરકનો પિંડ-એક લાખ વીશ હજાર જોજનનો છે. તેમાંથી એક હજાર જોજનનો દળ ઉપર મૂકીએ ને એક હજાર જોજનનો દળ નીચે મૂકીએ તે વચ્ચે એક લાખ અઢાર હજાર જોજનની પોલાણ છે. તે પોલાણમાં સાત પાથડા છે ને છ આંતરા છે તે મધ્યે દશ લાખ નરકવાસા છે, નારકીને ઉપજવાની અસંખ્યાતી કુંભીઓ છે અને અસંખ્યાતા નારકી છે. તે નીચે ઉપર કહેલા ચાર બોલ છે. તેની નીચે પાંચમી નરક છે.
નક્કર થઈ ગયેલો વાયું ૩.
૧. થનોદધિ નક્કર પાણી- બરફ જેવું. ૨. ઘનવા તનવા = પાતળો થઈ ગયેલો વાયું
=