________________
ગર્ભવિચાર
૩૮૫
બુલ રાખે છે, બીજે મતે ચાર દિવસનો નિષેધ છે, કારણ કે ચોથે દિવસે ઉગેલો જીવ થોડા જ વખતમાં મરે છે. તે જીવે તો શક્તિહીણ થાય ને માબાપને બોજારૂપ નીવડે છે. પાંચમાંથી સોળમા સુધીના દિવસો નીતિશાસ્ત્રના ન્યાય મુજબ ગર્ભાધાન સંસ્કારના ગણાય છે. તેમાંનું એક પછી એક બાળ બીજક પડતા ચડતું બળીયાવર રૂપમાં, તેજમાં, બુદ્ધિમાં અને એ વગેરે સર્વ સંસ્કારોમાં, શ્રેષ્ઠ તથા દીર્ઘાયુષ્યવાળું અને કુટુંબપાળક નીવડે છે. પાંચથી સોળમી સુધીની અગીયાર રાત્રી છે, તેમાંથી છઠ્ઠી, આઠમી, દસમી, બાસ્ત્રી, અને ચૌદમી એ પાંચ બેકીની રાત્રીનો બીજક બહુવચને પુત્રીરૂપ ફળ આપે છે. તેમાં વિશેષ એ છે કે પાંચમી રાત્રીમાં ઉપજેલી પુત્રી જન્મવા પછી ઘણી પુત્રીઓની માતા થાય છે. પાંચમી, સાતમી, નવમી, અગીઆરમી, તેરમી અને પંદરમી એ એકીની રાત્રીનો બીજક, પુત્રરૂપે જન્મી બહાર આવે છે, અને તે ઉપર કહેલા ગુણવાળું નીવડે છે. દિવસનો બીજક શાસ્ત્રથી નિષેધ છે. તેમ છતાં થાય તો કુટુંબની અને વ્યવહારિક સુખની તથા ધર્મની હાનિ કરનાર નીવડે છે.
બીજકની રીત-બિંદુનાં રજકણો વધારે અને રૂધીરનાં થોડા હોય તો પુત્રરૂપ ફળ નીપજે છે, રૂધીર વધારે ને બિંદુ થોડું હોય તો પુત્રીરૂપ ફળ નીપજે છે. બે સરખાં હોય તો નપુંસકરૂપ ફળ નીવડે છે. (હવે તેનું ઠેકાણું કહે છે.) માતાની જમણી કૂખે પુત્ર, ડાબી કૂખે પુત્રી અને બે કુખની વચ્ચે નપુંસક પાકે છે, (હવે તે ગર્ભની સ્થિતિ કહે છે.) મનુષ્ય ઉત્કૃષ્ટો બાર વરસ ગર્ભમાં જીવતો રહી શકે છે. તે પછી મરે છે, પણ શરીર રહે છે. તે શરીર ચોવીસ વરસ સુધી રહી શકે છે. તે સુકા શરીરમાં ચોવીસમે વરસે નવો જીવ ઉપજે તો મહા મુશીબતે જન્મે, ન જન્મે તો માતા મરે. સંશી તિર્યંચ આઠ વર્ષ સુધી ગર્ભમાં જીવતો રહી શકે છે. (હવે આહારની રીત કહે છે.) યોનિ કમળમાં બ્રુ-૨૫