________________
૩૮૪
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
પિતા એક જ હોય છે, પણ બીજી અપેક્ષાઓ જોતાં છેવટ નવર્સે પિતા સુધી શાસ્ત્ર કહે છે. તે સંજોગથી નહિ; પણ નદીના પ્રવાહ સામે બેસી, સ્નાન કરવા વખતે, ઉપરવાડેથી ખેંચાઈ આવતાં પુરૂષના બિંદુમાં સેંકડો રજકણો સ્ત્રીના શરીરમાં પિચકારીના આકર્ષણની રીતે આવી ભરાય છે. કર્મજોગે તેનો કવચિત્ ગર્ભ જામી જાય છે. તેમાં જેટલાં પુરૂષનાં રજકણો આવેલાં હોય તે સર્વ તેના પિતા સ્વરૂપે ગણાય છે. એકી સાથે દશ હજાર સુધી ગર્ભ પાકે છે. તે મચ્છી તથા સર્પની માતાનો ન્યાય છે. મનુષ્યને ત્રણ સુધી પાકે છે. બાકી મરણ પામે છે એક જ વખત નવ લાખ ઉપજી મરણ પામ્યા હોય તો તે સ્ત્રી જન્મ વાંઝણી રહે છે બીજી રીતે જે સ્ત્રી કામાંધ થઈને અનિયમિત રીતે વિષય સેવે અથવા વ્યભિચારિણી બનીને હદ ઉપરાંત પરપુરૂષ સેવે, તે સ્ત્રી વાંઝણી થાય છે. તેવા બીજકનો નાશ થાય છે. તેના શરીરમાં ઝેરી જીવો ઉપજે છે. તેના ડંખથી વિકાર વધે છે, તેથી તે સ્ત્રી, દેવ - ગુરૂ ધર્મ – કુળની મર્યાદા તથા શિયળ વ્રતને લાયક રહી શકતી નથી. તેવી બીજકભંગ સ્ત્રીનો સ્વભાવ નિર્દય અને અસત્યવાદી હોય છે. જે સ્ત્રી દયાળુ અને સત્યવાદી હોય, તે સ્ત્રી પોતાના શરીરનું જતન કરે છે. કામવાસનાને ક્બજે રાખે છે. પોતાની પ્રજાનું રક્ષણ કરવા અર્થે સંસારી સુખના પ્યારની હદ મર્યાદા રાખે છે. તેથી તેવી સ્ત્રીઓ પુત્ર પુત્રીનું સારૂં ફળ પામે છે. એકલા રૂધીરથી કે એક્લા બિંદુથી પ્રજા પ્રાપ્ત થતી નથી, તેમજ ઋતુના રૂધીર સિવાય બીજા રૂધીર, પ્રજા પ્રાપ્તિને કામે આવતાં નથી, એક ગ્રંથકાર કહે છે, કે સૂક્ષ્મ રીતે સોળ દિવસ ઋતુસ્ત્રાવ રહે છે. તે રોગીને નહિ. પણ નિરોગી શરીરવાળી સ્ત્રીને તેમ થાય છે, અને તે પ્રજાપ્રાપ્તિને લાયક કહેવાય છે. તે સોળમાંથી પહેલા ત્રણ દિવસને ગ્રંથકારો નિષેધે છે. તેવો નીતિ માર્ગનો ન્યાય છે અને તે ન્યાય પુણ્યાત્મા જીવો
-
-